Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિનામાં બીજો હૂમલો
વોશીંગ્ટન તા. રપઃ અમેરિકાના એરિઝોનામાં કમલા હેરિસના ચૂંટણી પ્રચાર કાર્યાલય પર ફાયરિંગ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
કમલા હેરિસની ઓફિસ પર એક મહિનામાં બીજી વખત હુમલો થયો છે. અગાઉ પણ એરિઝોનાના ટેમ્પ શહેરમાં ચૂંટણી પ્રચાર કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું છે. ૧૬ સપ્ટેમ્બરે પેલેટ ગનનો ઉપયોગ કરીને ઓફિસની આગળની બારીઓ પર ગોળીઓ છોડવામાં આવી હતી.
અમેરિકાના એરિઝોના રાજ્યમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસના ચૂંટણી પ્રચાર કાર્યાલય પર ફાયરિંગ થયું હતું. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ડાઉનટાઉન ટેમ્પમાં ઓફિસને નિશાન બનાવવામાં આવી છે. ઓફિસની આગળની બારીઓ પર પેલેટ ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મંગળવારે એનસીબી ન્યૂઝને આપેલા નિવેદનમાં ટેમ્પે પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી, જેના પરિણામે ડેમોક્રેટિક નેશનલ કમિટીના કાર્યાલયમાં 'શૂટીંગ નુકસાન' થયું હતું. જો કે, ત્યાં કોઈ ઈજાના થયાના સમાચાર મળ્યા નથી.
સ્થાનિક યુએસ મીડિયાએ ફૂટેજ બતાવ્યું જેમાં ઓફિસના એક દરવાજામાં ને બે બારીઓમાં બે બુલેટ હોલ દેખાય છે. હાલમાં, ઘટનાની તપાસ હજુ પણ ચાલી રહી છે, જેમાં તપાસકર્તાઓ ગુનાના સ્થળેથી એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓની તપાસ કરી રહ્યા છે. પોલીસે એમ પણ કહ્યું કે ઓફિસના કર્મચારીઓ તેમજ વિસ્તારના અન્ય લોકો માટે વધારાના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.
ઘટનાની પુષ્ટિ કરતા એરિઝોના ડેમોક્રેટિક પાર્ટીના ચીફ યોલાન્ડા બેજારાનોએ એક નિવેદનમાં કહ્યું, તે અત્યંત દુઃખદ છે કે એરિઝોના ડેમોક્રેટિક પાર્ટી હિંસાનું નિશાન બની ગઈ છે. અમે કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી આ ખતરાને ગંભીરતાથી લેવામાં આવે અને અમારા કર્મચારીઓ નોકરી પર હોય ત્યારે સુરક્ષિત રહે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial