Advertisement
Author: નોબત સમાચાર

વિરમગામ, વડનગર અને રાધનપૂર અથવા થરાદને નવા જિલ્લાઓનો મળી શકે છે દરજજો

રાજ્યમાં જિલ્લાઓની સંખ્યા ૩૩ થી વધીને ૩૬ થઈ શકે

ગાંધીનગર તા. રપઃ ગુજરાતમાં ત્રણ નવા જિલ્લાઓ જાહેર થઈ શકે છે. આ અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ જશે તેમ જાણવા મળે છે.

ગુજરાતમાં ત્રણ નવા જિલ્લાઓ સરકાર જાહેર કરી શકે છે. હાલમાં નવા ૩ જિલ્લાઓ પુનઃ રચના માટે સરકારી લેવલે વિચારણા ચાલી રહી છે. આ ત્રણ જિલ્લાઓની વાત કરવામાં આવે તો રાધનપુર અથવા થરાદની નવા જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે. વિરમગામ જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે, વડનગર પણ નવો જિલ્લો બની શકે છે. ત્યારે સરકાર આ બાબતને લઈ ટૂંક સમયમાં નિર્ણય કરશે.

ગુજરાતમાં હાલ ૩૩ જિલ્લાઓ છે અને આ ૩૩ જિલ્લાઓમાંથી અન્ય ૩ નવા જિલ્લાઓની નાગરિકોને ભેટ મળી શકે છે. રાજ્યમાં ૩૬ જિલ્લાઓ અસ્તિત્વમાં આવી શકે છે. વર્ષ ર૦૧૩ માં રાજ્ય સરકારે ૭ જિલ્લાઓ જાહેર કર્યા હતાં. મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના કેટલાક ભાગો ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે. વધતી જતી વસ્તીને લઈ સરકાર નિર્ણય લઈ શકે છે.

ગુજરાતમાં નવા ત્રણ જિલ્લાઓ જાહેર થઈ શકે છે. હાલ ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ છે અને તેમાંથી વધીને ૩૬ જિલ્લાઓ થઈ શકે છે. વર્ષ ર૦૧૩ પછી નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા નથી પરંતુ જે રીતે વસ્તી વધે છે તેને લઈ આ જિલ્લાઓની ફાળવણી થઈ શકે છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે. બનાસકાંઠા, પાટણ, અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સામાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ સરકારી દિવાળી પછી ગુજરાત સરકારે નવા જિલ્લાની સીમાંકનની કાર્યવાહી વિસ્તાર અને હદને લઈ હાલ કામગીરી ચાલી રહી છે. વડનગર-મહેસાણાનો વડનગર, ખેરાળુ, ઊંઝા, વિસનગર, સતલાસણા, તાલુકા અને બનાસકાંઠાનો વડગામ તાલુકો વિરમગામ-અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ, તેમજ સુરેન્દ્રનગરના દસાડા તાલુકો રાધનપુર અથવા થરાદ-બનાસકાંઠાના રાધનપુર, વાવ, સૂઈગામ, લાખાણી તાલુકા તેમજ પાટણનો સાંતલપુર તથા કચ્છનો રાપર તાલુકો ભેળવીને નવો જિલ્લો બની શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh