Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિદાન કેમ્પમાં ૭૩ લાભાર્થીઓએ ભાગ લીધોઃ
જામનગર તા. ૨૫: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક આયુષની કચેરી, ગાંધીનગર, વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી, રાજકોટ દ્વારા પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ જામનગર તાલુકાના સરકારી આયુર્વેદ દવાખાનું, વિભાપર ગામે સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નિદાન કેમ્પમાં વિવિધ રોગોનું આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આયુર્વેદિક સારવાર, રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃતપેચ વિતરણ, ઉકાળા વિતરણ, લાભાર્થીઓને સ્વસ્થવૃત્ત દિનચર્યા અને પોષણ પત્રિકાનું વિતરણ, વર્ષાઋતુમાં સ્વાસ્થ્ય સાવચેતી અંગે માર્ગદર્શન અને માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરીને બાલ રસાયણ ઔષધિ આપવામાં આવી હતી. આ નિદાન કેમ્પમાં ૭૩ લાભાર્થીએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial