Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા ઈન્કમટેક્સ ઓફિસનો ઈન્સ્પેક્ટર પકડાઈ ગયોઃ
જામનગર તા. ૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઈન્કમટેક્સ ઓફિસમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટરે પાનકાર્ડ કેન્સલ કરાવવા આવેલા આસામી પાસે રૂ.૩ હજારની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ થયા પછી ગઈકાલે છટકુ ગોઠવી આ અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે. તેને રિમાન્ડ પર લેવા માટે તજવીજ કરાઈ રહી છે.
દેવભૂમિ જિલ્લામાં વસવાટ કરતા એક નાગરિકે થોડા વર્ષાે પહેલાં પાનકાર્ડ કઢાવ્યું હતું. તે પછી આ કાર્ડ ક્યાક ખોવાઈ જતાં તેઓએ શોધ્યું હતું પરંતુ ન મળતા તેઓએ નવું પાનકાર્ડ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. તે અરજી અન્વયે આ આસામીના નામનું નવું પાનકાર્ડ ઈસ્યુ થયું હતું.
તે દરમિયાન જૂનું પાનકાર્ડ પણ મળી આવતા આ આસામી પાસે બે પાનકાર્ડ થઈ ગયા હતા તેથી તેઓ નવું પાનકાર્ડ રદ્દ કરાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી ઈન્કમટેક્સ કચેરીએ ગયા હતા. જ્યાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર અરવિંદકુમાર મીણા નામના અધિકારીનો સંપર્ક થયો હતો.
આ અધિકારીએ બે પાનકાર્ડ હોવાથી તમારી સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે તેમ જણાવતા આ આસામીએ એક પાનકાર્ડ ખોવાઈ જતાં બીજુ પાનકાર્ડ કઢાવ્યું હોવાનું અને પોતે સામેથી તેની વિગતો આપી એક પાનકાર્ડ કેન્સલ કરાવવા આવ્યા હોવાનું કહેતા ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરે તેમ ન ચાલે તેમ કહી રૂ.૧૦ હજાર પેનલ્ટી ભરવી પડશે. તેમ કહેતા અને આ રકમ ન ભરવી હોય તો રૂ.પ હજાર વહીવટ પેટે આપી દેવા કહેતા બંને વચ્ચે આનાકાની થયા પછી રૂ.૩ હજાર આપવાનું નક્કી થયું હતું.
ત્યારપછી લાંચ ન આપવા ઈચ્છતા આસામીએ એસીબીનો સંપર્ક કર્યાે હતો જેના પગલે જામનગર એસીબીના પીઆઈ અને હાલમાં દેવભૂમિ દ્વારકા એસીબીમાં ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પીઆઈ આર.એન. વિરાણી તથા સ્ટાફે ગુન્હો નોંધી છટકુ ગોઠવ્યું હતું. છટકાના ભાગરૂપે ગઈકાલે દ્વારકા જિલ્લાની ઈન્કમટેક્સ કચેરીમાં ફરિયાદી તથા એસીબીનો સ્ટાફ પહોંચ્યો હતો જ્યાં ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર સુનિલ કુમારે હેતુલક્ષી વાતચીત કર્યા પછી રૂ.૩ હજાર સ્વીકાર્યા ત્યારે જ એસીબીનો સ્ટાફ પ્રગટ થયો હતો અને આ અધિકારીને રંગેહાથ પકડી લીધા હતા. તેની સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ મુજબ ગુન્હો નોંધી તેની ધરપકડ કર્યા પછી આજે રિમાન્ડ માટે તજવીજ કરાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર એસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા આર.એન. વિરાણીએ છેલ્લા બે મહિનામાં ચાર રેઈડ કરી લાંચીયા અમલદારોને પકડી પાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial