Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે આસામીએ વીમા કંપનીઓ સામે કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૫: જામનગરના એક આસામીએ સારવારનો ખર્ચ ન ચૂકવનાર વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. જ્યારે ખંભાળિયાના તબીબે સારવારના ક્લેઈમમાં કપાત કરનાર વીમા કંપની સામે ફોરમમાં ધા નાખી હતી. ફોરમે ક્લેઈમ ચૂકવી આપવા વીમા કંપનીઓને હુકમ કર્યાે છે.
જામનગરના પંક્તિભાઈ ભરતભાઈ ધામેલીયાએ ફ્યુચર જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી કોરોના રક્ષક પોલિસી મેળવ્યા પછી તેઓને કોરોના થતાં સારવાર મેળવવી પડી હતી. તેઓએ સારવારનો ખર્ચ મેળવવા વીમા કંપની સમક્ષ ક્લેઈમ રજૂ કર્યાે હતો. વીમા કંપનીએ રૂ.અઢી લાખનો ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તેથી વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ક્લેઈમની રકમ તથા ત્રાસ બદલ રૂ.૭ હજાર અને ફરિયાદ ખર્ચ અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
ખંભાળિયાના ડો. રાજેશ પી. બરછાએ ઓરિયેન્ટલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિકલેઈમ મેળવ્યા પછી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હૃદયની સારવાર કરાવવી પડી હતી. તેમાં રૂ.૩,૧૨,૧૬૪નો ખર્ચ થયો હતો. તે રકમનો ક્લેઈમ રજૂ થતાં વીમા કંપનીએ રૂ.૧,૨૧,૩૫૯ કાપ્યા હતા.
વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે કાપી લીધેલી રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા તથા ત્રાસ બદલ રૂ.પ હજાર અને ફરિયાદ ખર્ચના રૂ.૩ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. બંને કેસમાં અરજદારો તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial