Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મિશ્ર ઋતુનો અનુભવ

જામનગર તા. રપઃ જામનગરમાં ભાદરવા માસમાં ઋતુમાં બદલાવ અનુભવાઈ રહ્યો છે. મોડી રાત્રે અને તેમાંય વહેલી સવારે ગુલાબી ઠંડી તો બપોરે ગરમી પડી રહી છે. મિશ્ર ઋતુ વચ્ચે નગરમાં હાલ રોગચાળામાં પણ દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સરકારી તથા ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં શરદી-ઉધરસ, પેટ અને માથામાં દુઃખાવો તેમજ તાવના કેસ મોટી માત્રામાં નોંધાઈ રહ્યા છે. બેવડી ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું, જ્યારે આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૬.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ૧૮ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh