Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકામાં અરાજક્તા ફેલાવવા માટે
વોશિંગ્ટન તા. રપઃ અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ ધડાકો કર્યો છે કે ઈરાન ટ્રમ્પની હત્યા કરાવી અમેરિકામાં અરાજક્તા ફેલાવવા માંગે છે. અત્યાર સુધીમાં બે વખત ટ્રમ્પ ઉપર હુમલો થઈ ચૂક્યો છે. ટ્રમ્પની સુરક્ષા વધારાઈ અને તેમને એલર્ટ કરાયા છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગે છે. ઈરાને ટ્રમ્પની હત્યાની મદદથી અમેરિકામાં અરાજક્તા ફેલાવવાની યોજના બનાવી છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીએ રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ સંબંધિત માહિતી શેર કરી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ટ્રમ્પને જણાવ્યું કે ખરેખર તેમનો જીવ જોખમમાં છે.
ટ્રમ્પની સુરક્ષાને લઈને અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અમેરિકામાં પ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસનો છે.
ટ્રમ્પના કેમ્પેઈન કોમ્યુનિકેશન ડાયરેક્ટર સ્ટીવન ચેયુંગે કહ્યું, 'ડોનાલ્ડ ટ્રમ્પને નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટરની ઓફિસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તમારો જીવ જોખમમાં છે. ઈરાન આ કાવતરૂ ઘડી રહ્યું છે. તેનો હેતુ આ હત્યા દ્વારા અમેરિકામાં અરાજક્તા અને અસ્થિરતા પેદા કરવાનો છે.'
અમેરિકાની તમામ એજન્સીઓ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે જેથી કરીને રાષ્ટ્રપતિની ચૂંટણી દખલ વિના હાથ ધરવામાં આવે. સ્ટીવન એયુંગે વધુમાં કહ્યું કે ઈરાનમાં આતંકવાદી શાસન છે અને આ શાસન કમલા હેરિસની નબળાઈને પસંદ કરે છે. તહેરાન ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાથી ડરે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન લોકો માટે લડશે. અમે અમેરિકાને ફરીથી મહાન બનાવવાના માર્ગમાં કંઈપણ આડે નહીં આવવા દઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પ પર બે વખત જીવલેણ હુમલા થયા છે. પહેલો હુમલો ૧૩ જુલાઈના બટલર, પેન્સિલવેનિયામાં થયો હતો. અહીં એક રેલી દરમિયાન ર૦ વર્ષિય થોમસ મેથ્યુ ફુક્સે ટ્રમ્પ પર ફાયરીંગ કર્યું હતું. ટ્રમ્પના કાનમાં ગોળી વાગી હતી, જો કે બાદમાં સિક્રેટ સર્વિસ દ્વારા આરોપી ફૂક્સની હત્યા કરવામાં આવી હતી.
ટ્રમ્પ પર હુમલો કરવાનો બીજો પ્રયાસ ૧પ સપ્ટેમ્બરે થયો હતો. ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ વેસ્ટ પામ બીચ, ફ્લોરિડામાં સ્થિત છે. આ ક્લબની બહાર ફાયરીંગ થયું હતું. ટ્રમ્પ ગોળીબારના સ્થળથી સો મીટર દૂર હાજર હતાં. આ કેસમાં પ૮ વર્ષિય રેયાન વેરલી રાઉથની બંદુક સાથે ધરપકડ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial