Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ વિભાગો તથા ધારાસભ્યોએ રજૂ કરેલ પ્રશ્નો ચર્ચામાં:
જામનગર તા. રપઃ જામનગર જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટરે સૂચનો કર્યા હતાં. જેમાં સિંચાઈ વિભાગ, નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગ, શિક્ષણ વિભાગ અને પીજીવીસીએલ અંગેના ધારાસભ્યોના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી.
જિલ્લા કલેક્ટરે જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઈ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી, તેમજ હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વધુમાં વધુ કાર્યક્રમોનું આયોજન કરી લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે પ્રકારે કામગીરી કરવા કલેક્ટરે લગત અધિકારીઓને સૂચન કર્યું હતું, અને સેવાસેતુ અભિયાનમાં વધારેમાં વધારે લોકો ભાગ લે અને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને કલેક્ટરે બિરદાવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, સંલગ્ન પદાધિકારીઓ અને અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial