Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહક ફોરમમાં કરવામાં આવી હતી ફરિયાદઃ
જામનગર તા. રપઃ જામનગરના એક આસામીના માલવાહક વાહનને અકસ્માતે થયેલી નુકસાનીનો ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે ક્લેઈમ વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના હરેશભાઈ વિરમભાઈ ટોયટા નામના આસામીએ મારૂતી કંપનીની સુપર કેરી બ્રાંડનું માલવાહક વાહન ખરીદ્યુ હતું. તેનો વીમો ચોલામંડલમ એમ.એસ. જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેળવ્યો હતો.
તેની વેલીડીટી ચાલુ હતી તે દરમિયાન ધોરીમાર્ગ પર બે ખુંટીયા તે વાહન સાથે ટકરાઈ પડતા નુકસાની થઈ હતી. સમારકામના રૂ.૧,૦૬,૭૫૨ ખર્ચાયા હતા. તેનો કલેઈમ કરાતા વીમા કંપનીએ ચૂકવણી કરી ન હતી અને કલેઈમ રદ્દ કર્યાે હતો. આથી હરેશભાઈએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં કલેઈમની રકમ નવ ટકા વ્યાજ સાથે તથા ત્રાસ અને ફરિયાદ ખર્ચ પેટે રૂ.પ હજાર અલગથી ચૂકવવા ફોરમે વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, વિવેક નેભાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial