Advertisement
Author: નોબત સમાચાર

કીચન ગાર્ડન બનાવવા તાલીમ તથા રાહત દરેથી બિયારણ તથા ખાતર

જામનગરની બાગાયત કચેરીમાં

જામનગર તા. રપઃ નાયબ બાગાયત નિયામક દ્વારા જામનગર જિલ્લાના તમામ નાગરિકોને જણાવાયું છે કે, દરેક નાગરિક પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે જ ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીચન ગાર્ડન)નું આયોજન કરી ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડો, ટમેટા, રીંગણ, મરચાં, વાલોળ પાપડી, ચોળી, તુરીયા, ગલકા, દુધી કારેલા વગેરેનું વાવેતર કરી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા રૂપિયા પ પ્રતિ પેકેટના ટોકન ભાવે શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્દ્રીય-ઓર્ગેનિક ખાતર કીફાયતી દરે વિતરણ કરવામાં આવે છે. તેમજ કચેરી દ્વારા એક દિવસીય કીચન ગાર્ડનીંગ વિષય પર તાલીમનું પણ આયોજન કરવામાં આવે છે. તેથી રસ ધરાવતા દરેક નાગરિકોએ કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ, નાગબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન ૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮ સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦ર૮૮-રપ૭૧પ૬પ) માં રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh