Advertisement
Author: નોબત સમાચાર

નાઈજીરીયાના પ્લેટુ સ્ટેટમાં અંધાધૂંધ ગોળીબાર-આગજનીઃ ૪૦ લોકોના મોત

પશુપાલકો-ખેડૂતો વચ્ચે અથડામણઃ સશષા જૂથનો હૂમલો

મૈદુગુરી તા. રરઃ નાઈજીરીયામાં બંદૂકધારીઓએ શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતાં. જેમાં લગભગ ૪૦ લોેકોના મોત થયા છે. આ ઉ૫રાંત આગજની થતા કેટલાક ઘર બળી ગયા હોવાના અહેવાલો છે.

આફ્રીકન દેશ નાજીરિયાના જુરાક ગામમાં બંદૂકધારીઓએ શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતાં, જેમાં લગભગ ૪૦ લોકોના મોત થયા હતાં. ગામમાં અંધાધૂંધ ગોળીબાર વચ્ચે આરોપીઓએ અનેક ઘરોને પણ આગ ચાંપી દીધી હતી. આ ઘટના ઉત્તર-મધ્ય નાઈજીરીયામાં સ્થિત પ્લેટુ સ્ટેટમાં બની હતી. તેમને જણાવી દઈએ કે અહીં પશુપાલકો અને ખેડૂતો વચ્ચે અથડામણ સામાન્ય છે. પોલીસ અને રહેવાસીઓએ મંગળવારે આ ઘટનાની જાણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, જુરક ગામ પર હુમલો કરનારા સશષા માણસોને સ્થાનિક રીતે ડાકુ કહેવામાં આવે છે. પ્લેટુ પોલીસના પ્રવકતા આલ્ફ્રેડ અલાબોએ જણાવ્યું હતું કે સુરક્ષા એજન્ટોના આક્રમક હુમલાથી ભાગી રહેલા સશષા જુથે સોમવારે મોડી રાત્રે અચાનક જુરાક ગામમાં પ્રવેશ કર્યો હતો અને ગામડાઓ પર હુમલો કર્યો હતો.

આ અથડામણમાં, સુરક્ષા એજન્ટોએ સાત હુમલાખોરોને મારી નાખ્યા, જ્યારે ભાગી રહેલા ગેંગના સભ્યોએ નવ લોકોની હત્યા કરી અને છ ઘરોને બાળી નાખ્યા. રહેવાસીઓ કહે છે કે મૃત્યુઆંક ઘણો વધારે છે. તેણે રોઈટર્સને જણાવ્યું હતું કે ડઝનબંધ બંદૂકધારીઓ મોટરસાઈકલ પર ગામમાં ઘૂસી ગયા હતાં, અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, અસંખ્ય લોકોનું અપહરણ કર્યું હતું અને ઘરોને આગ લગાડી હતી.

ગામના એક રહેવાસીએ કહ્યું કે બંદૂકધારીઓએ ૪૦ થી વધુ લોકોને કોઈ દયા વગર મારી નાખ્યા. કોઈક રીતે હું ભાગીને નજીકના ગામમાં પહોંચ્યો. ત્યાર સુધી, મેં મારા પરિવારના ઘણાં સભ્યોને જોયા નથી. અન્ય એક રહેવાસી, ટિમોથી હરૂનાએ રોઈટર્સને જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ ઘણા લોકોની હત્યા કરી હતી અને ઘણાં લોકોનું કર્યું હતું. અન્ય ઘણાં લોકો ગોળીઓથી ઘાયલ થયા હતાં. તેઓએ અમારા ઘરોને પણ આગ લાગવી દીધી.

તાજેતરમાં વર્ષોમાં ઉત્તર નાઈજીરીયામાં ગ્રામીણ વિસ્તારોમાં હુમલાઓ અને ખંડણી માટે અપહરણ સામાન્ય બની ગયા છે, જ્યાં સશષા ટોળકીએ ગામડાઓ, શાળાઓ અને પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે અને લાખો નાયરાની ખંડણીની માંગણી કરી છે. નાઈજીરીયા તેના ઉત્તર-પૂર્વમાં ૧૪ વર્ષ જૂના ઇસ્લામિક બળવા, દક્ષિણ-પૂર્વમાં અલગતાવાદી હિંસા અને મધ્ય પ્રદેશમાં ખેડૂતો અને પશુપાલકો વચ્ચે વારંવાર ઘાતક અથડામણો સહિત સુરક્ષા પડકારોથી ઘેરાયેલું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh