Advertisement
Author: નોબત સમાચાર

સરકારી આરોગ્ય કર્મચારીને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરાતા પાઠવાયું આવેદન

આરોગ્ય કર્મચારી મહામંડળ લાલઘૂમઃ

ખંભાળિયા તા. ૨૨: દ્વારકાના મોજપ ગામમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક આરોગ્ય કર્મચારીને ગયા ગુરૂવારે જાનથી મારી નાખવાની ધમકી અપાતા અને ફરજમાં રૂકાવટ કરાતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. તે પછી ગઈકાલે દ્વારકા આરોગ્ય કર્મચારી મહામંડળે આવેદન આપી આવી ઘટનાઓને બનતી અટકાવવા માગણી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ગામમાં આયુષમાન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા ધ્રુમલ મકવાણા નામના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવા અને ફરજમાં રૂકાવટ કરવા અંગે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ત્યારપછી દેવભૂમિ દ્વારકા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને કલેક્ટર તેમજ  ડીડીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh