Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવતીએ સલાયામાં રહેતા પતિ સામે ત્રાસ આપ્યાની નોંધાવી ફરિયાદ

ભાણવડના યુવતીએ પણ ત્રાસ અપાયાની કરી રાવઃ

જામનગર તા. ૨૨: જામનગરના જોડિયા-ભુંગામાં રહેતા એક યુવતીએ સલાયામાં વસવાટ કરતા પતિ સામે ત્રાસ આપ્યાની જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં અને ભાણવડના એક યુવતીએ દ્વારકા મહિલા પોલીસ સ્ટેશનમાં જામનગરમાં રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના જોડિયા-ભુંગામાં નવા ઈમામખાના પાસે વસવાટ કરતા ફિરોઝાબેન કાદરભાઈ સુરાણીના નિકાહ વર્ષ ૨૦૧૯માં ખંભાળિયા તાલુકાના સલાયામાં કાગડા કોલોનીમાં રહેતા સાલેમામદ ઝીકર ચંગડા સાથે થયા હતા.

લગ્નજીવન દરમિયાન પતિ સાલેમામદે અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપતા અને મારકૂટ કરતા હાલમાં પિયર પરત ફરેલા ફિરોઝાબેને જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં સીપાઈ શેરીમાં રહેતા ફરીદાબેન હુસેનભાઈ ભટ્ટીના નિકાહ જામનગરના ધરારનગર-૨માં રહેતા ફિરોઝ જાવિદ સેતા સાથે બે વર્ષ પહેલાં થયા પછી પતિએ ત્રાસ આપી મારકૂટ કરતા અને ગાળો ભાંડતા ફરીદાબેને દ્વારકાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh