Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં દર વર્ષની જેમ આ વરસે પણ ચાંદી બજાર પાસે વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડી પાસેથી દાતા હેમલતાબેન મહેતા (ગોળવાળા) પરિવાર (મુંબઈ) તરફથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક સાથે રાહત મળે તેવા હેતુસર વિનામૂલ્યે છાસ વિતરણનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. જૈન યુવક મંડળ સેવાના દિપક શાહની આગેવાની હેઠળ રામનવમીના દિવસથી લોકોને છાસ પીવડાવવાનું સેવા કાર્ય સંભાળતા હતાં. જેમાં દહીંનું ઘોરવું, મીનરલ વોટર, બરફ, જીરૂં પાવડર અને નિમનું મિશ્રણ કરી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવતું હતું. આ સેવાકાર્યમાં જવાહરભાઈ, ધિરેનભાઈ, હોમાન્શુભાઈ, બિપિનભાઈએ જહેમત ઉઠાવી હતી. આ સેવાકાર્ય હવે પૂર્ણ થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial