Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફ્રૂટ પકાવવા માટે હવે કાર્બાઈડના બદલે ઈથીલીનનો ઉપયોગ?

ભારત સરકારે માન્યતા આપી હોવાથી

જામનગર તા. રરઃ જામનગરમાં ફળ-ફ્રૂટ વગેરે પકાવવા માટે હવે વેપારી-વિક્રેતાઓ ઈથીલીન લીકવીડનો ઉપયોગ કરતા હોય તેમ જોવા મળી રહ્યું છે. જો કે સરકારે આ માટે જરૂરી માત્રામાં તેના ઉપયોગ માટે મંજુરી પણ આપી છે.

જામનગર મહાનગર-પાલિકાની ફૂડ શાખાએ તાજેતરમાં ખાદ્ય પદાર્થોનું આરોગ્ય વિષયક ચેકિંગ કર્યું હતું. ખાસ કરીને કેરીને વર્ષોથી કાર્બાઈડથી પકાવવામાં આવે છે જે માનવીય શરીર માટે નુકસાન કારક છે, પરંતુ તાજેતરમાં ફુડ શાખાની ટીમે એક ડઝન કરતા વધુ સ્થળે તપાસ કરી હતી, પરંતુ એક પણ સ્થળેથી કાર્બાઈડની પડીકી મળી આવી ન હતી.

આ અંગે તપાસ કરતા સંબંધિત વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે એક પણ સ્થળે કાર્બાઈડનો ઉપયોગ જોવા મળ્યો ન હતો. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે હવે ગોડાઉનધારકો, વિક્રેતાઓ કાર્બાઈડનો ઉપયોગ કરતા નથી પરંતુ ઈથીલીન લીકવીડનો ઉપયોગ કરતા હોઈ શકે છે જો કે, ઈથીલીનનો ઉપયોગ કરવા માટે ભારત સરકારે પરવાનગી આપી છે તેમાંથી ફળ-ફ્રૂટ ઝડપથી પાકી જાય છે જો કે તેની જરૂરી માત્રા નિયત કરવામાં આવી છે. નહીં તો વધુ ઉપયોગ હાનીકારક સાબિત થઈ શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh