Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ભગવાન શ્રી પરશુરામની જયંતી નિમિત્તે
જામનગર તા. ૨૨: ભગવાન શ્રી પશુરામજીની જયંતી નિમિત્તે રાષ્ટ્રીય પરશુરામ સેના જામનગર દ્વારા ઓશવાળ ટ્રસ્ટમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય પરશુરામ સેનાના સલાહકાર ઈન્વેસમેન્ટ પોઈન્ટવાળા નિખીલ ભટ્ટ, ગુજ પ્રદેશ મહિલા અધ્યક્ષા શ્રીમતી આશાબેન જોષી, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ નિલેષ ઉદાણી, અશોક નંદા, 'નોબત' પરિવારના જ્યોતિબેન માધવાણી, પથુભા પરમાર, અજયભાઈ જાની, કે.ડી. ભટ્ટ, જસ્મિન વ્યાસ, બિપીન અબોટી, જયપાલસિંહ જાડેજા, ઉપરાંત આર.કે. શાહ, કીર્તિભાઈ દોઢિયા, જીવરાજભાઈ માલદે, પૂજારા ટેલિકોમવાળા નીતિનભાઈ ઓઝા, એડવોકેટ અશોકભાઈ જોષી, ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મનોજભાઈ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ સર્વરોગ નિદાન કેમ્પમાં ડો. ગાયત્રી ઠાકર, ડો. સુરેશ ઠાકર, વૈભવ મહેતા, ડો. આશિત આચાર્ય, ડો. રમેશ ઓઝા, ડો. ઉપેન્દ્રસિંહ ખુશવા, ડો. નિરાલી દવે ઓઝા, ડો. પલ્લવી પારેખ, ડો. વંદના તન્ના, ડો. નિરૂબેન દવેએ સેવા આપી હતી. તમામ ડોક્ટરનું ઈન્વેસમેન્ટ પોઈન્ટના આર્થિક સહયોગથી સન્માન કરાયું હતું. આ કેમ્પમાં ૭પ દર્દીઓએ લાભ લીધો હતો.
રાષ્ટ્રીય પરશુરામ સેનામાં સૌરાષ્ટ્ર પ્રભારી તરીકે કીર્તિભાઈ કલ્યાણી અને ચાંદનીબેન ઠાકરની નિમણૂક કરવામાં આવી હતી તથા મીડિયા ઈન્ચાર્જ તરીકે ભાર્ગવ ઠાકરને જવાબદારી સોંપવામાં આવી હતી. કાર્યક્રમની સફળતા માટે મહિલા અગ્રણી દર્શાબેન જોષી, મિતલબેન શુક્લા, અવનીબેન ત્રિવેદી, રેખાબેન જોષી, ડો. પૂજાબેન શર્મા, જયશ્રીબેન જોશી, હિતેષભાઈ શુક્લ, વિઠ્ઠલભાઈ ધોળકિયા, અર્પિત ધોળકિયા, વગેરેએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial