Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં આઈપીએલ જોવા આવેલા એકતાલીસ દર્શકોને હિટસ્ટ્રોકની અસરઃ ૧૦૮ માં અપાઈ સારવાર

બળબળતી ગરમીથી ચક્કર, તાવ, પેટમાં દુઃખાવાની ફરિયાદ

અમદાવાદ તા. રરઃ અમદાવાદમાં આઈપીએલ જોવા આવેલા ૪૧ દર્શકોને હીટસ્ટ્રોકની અસર થઈ હતી અને ગરમીથી ચક્કર, તાવ, પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અપાઈ હતી.

અમદાવાદના સ્ટેડિયમમાં મેચ રસિકો ગરમીનો શિકાર બન્યા છે. જેમાં આઈપીએલ જોવા આવેલા ૪૧ દર્શકો હિટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે. તેમાં હિટ સ્ટ્રોકની અસર થયેલા દર્શકોને ૧૦૮ માં સારવાર અપાઈ છે. તેમજ સ્ટેડિયમમાં દર્શકોને ગરમીથી ચક્કર, તાવ, પેટમાં દુઃખાવો સહિતની ફરિયાદ થઈ છે. તેમાં અમદાવાદમાં હિટ વેવની અસર ક્રિકેટ સ્ટેડિયમમાં વર્તાઈ છે.

ગરમીમાં ક્રિકેટપ્રેમીઓને મેચ જોવી ભારે પડી છે. જેમાં અમદાવાદના સ્ટેડિયમમાં મેચ રસિકો ગરમીનો શિકાર બન્યા છે. તેમાં આઈપીએલ જોવા આવેલા ૪૧ દર્શકો હિટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે, ત્યારે દર્શકોને તાત્કાલિક હિટ સ્ટ્રોકની અસરને લઈ ૧૦૮ માં સારવાર અપાઈ છે. અમદાવાદમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદમાં ચાલુ મેચ દરમિયાન ૪૧ મેચ રસિકો હિટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતાં. ઉલ્લેખનિય છે કે, કાલે મોટી સંખ્યામાં લોકો આઈપીએલ મેચ જોવા પહોંચ્યા હતાં. ગઈકાલે મેચ નિહાળવા ભારે ભીડ ઉમટી હતી. જેથી અનેક લોકો હેરાન પણ થયા હતાં.

ઉલ્લેખનિય છે કે, એક અંદાજ પ્રમાણે ભારે ગરમીમાં ૭પ હજારથી વધુ લોકોએ મેચ નિહાળી હતી, જો કે અનેક લોકોને મેચ દરમિયાન ભીષણ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જેથી કાલની જે મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ફાયદાકારક રહી તે મેચ રસિકો માટે કપરી રહી હતી, તેમ પણ કહી શકાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh