Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તારીખ ૨૦ થી ૩૦ મે સુધીમાં
ખંભાળીયા તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરીનો બીજો તબક્કો હાથ ધરાયો છે.
રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તા. ૨૨ થી ૩૦ એપ્રિલ સુધીમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે તા. ૨૦ થી ૩૦ મે સુધીમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો બીજો તબક્કો પણ શરૂ કરવામાં આવશે. તેમજ તા. ૨૦ મે થી તા. ૩૦ મે ૨૦૨૪ દરમિયાન બીજા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, જાહેર સ્થળો, બાંધકામ સાઈટ, જીઆઈડીસી સહિતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે. જેમાં ફીવર સર્વેલન્સ સાથે પોરાની ઉત્પત્તી થઈ શકે તેવા સંભવિત જગ્યાઓ પર રોગ અટકાયત કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત ચાલુ વર્ષ ૨૦૨૪મા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેલેરિયા માટે હાઇરિસ્ક કુલ ૪ ગામોની કુલ ૩૨૯૩ જેટલી વસ્તીમાં જંતુનાશક દવા આલ્ફાસાયપર મેથ્રીન ૫ % છંટકાવ કામગીરીના બે રાઉન્ડ (પ્રથમ રાઉન્ડ તા.૧૬ મે થી ૨૪ મે સુધી અને બીજો રાઉન્ડ ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ સુધી) માં કરવાનું આયોજન છે.
રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૨૦૩૦ સુધીમાં ભારતને મેલેરિયા મુક્ત બને તે ઉદ્દેશ્યથી કામગીરી ચાલી રહી છે. બદલાયેલા વાતાવરણને પગલે આ વર્ષે આરોગ્ય તંત્ર વાહકજન્ય રોગોને લઈને વધારે ગંભીર છે. જોકે આ વખતે ત્રણ રાઉન્ડમાં કામગીરીનું આયોજન કરાયું છે, જે અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એન ભંડેરીના માર્ગદર્શનમાં જિલ્લા મેલેરીયા અધિકારી ડો. એમ.ડી. જેઠવાની આગેવાનીમાં ખાસ કામગીરી કરાશે. જે અંતર્ગત ૨૦ થી ૩૦ મે સુધી આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કરો પોતાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરશે,જેમાં ગામની સરકારી અને ખાનગી સંસ્થાઓ,ગામની દુકાનો, હોટલ સહિતની દુકાનો જેવા સ્થળોને પણ આવરી લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial