Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલત દ્વારા કરાયેલા આદેશનો કરવામાં આવ્યો અમલઃ
જામનગર તા. ૨૨: જામનગરની જિલ્લા જેલમાં રહેલા એડવોકેટની હત્યાના તેર આરોપીને જુદી જુદી જેલમાં ટ્રાન્સફર કરવાનો અદાલતનો આદેશ આવતા આજે જેલતંત્રએ અગિયાર આરોપીને પાંચ જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કર્યા છે.
જામનગર શહેરના બેડી વિસ્તારમાં બે મહિના પહેલાં એડવોકેટ હારૂનભાઈ પલેજાની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. ગયા વર્ષે એક શિક્ષિકા યુવતીએ કરેલી આત્મ હત્યાના કિસ્સામાં મળી આવેલી સ્યુસાઈડ નોટમાં બેડીના કુખ્યાત સાયચા ગેંગના એક સદસ્ય સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ઉલ્લેખ હતો. જેના પગલે પોલીસે તે શખ્સ સહિતનાઓ સામે ગુન્હો નોંધ્યો હતો.
આ કેસ ફરિયાદી તરફથી હારૂનભાઈ પલેજા લડી રહ્યા હતા તે બાબતનો ખાર રાખી ગઈ તા.૧૩ માર્ચની સાંજે હારૂનભાઈને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદ પરથી સાયચા ગેંગના શખ્સો સહિત પંદર સામે ગુન્હો નોંધ્યો હતો. જેમાંથી કાયદાથી સંઘર્ષિત બે કિશોર બાળસુધાર ગૃહમાં ખસેડાયા હતા અને તેર આરોપીને જેલહવાલે કર્યા હતા. તે પછી અદાલતે તમામ આરોપીને જુદી જુદી જેલમાં મોકલી આપવા હુકમ કર્યાે છે.
તે હુકમ મુજબ આજે જામનગર જેલના સુપ્રિ. એમ.એન. જાડેજાએ ૧૧ આરોપીને રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, વડોદરા,કચ્છની જેલમાં મોકલી આપ્યા છે. જ્યારે બે આરોપી હજુ જામનગર જેલમાં છે.
આરો૫ી પૈકીના બશીર તથા ઉમરને રાજકોટ જેલમાં, જ્યારે મહેબુબને ભુજની જેલમાં, અસગર નામના આરોપીને અમરેલી જેલમાં, દીલાવર તથા સુલેમાનને ગાંધીધામની જેલમાં, ઈમરાન અને એજાઝને અમદાવાદ તેમજ સિકંદર અને શબ્બીરને સુરત જેલમાં મોકલાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial