Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કેન્સર કેર કાઉન્સિલ દ્વારા યોજાયો સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

૧૩૦ થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધોઃ

જામનગર તા. ર૨: જામનગરની કેન્સર કેર કાઉન્સિલ દ્વારા ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, રાષ્ટ્રીય પરશુરામ સેના, મહિલા સંગઠનના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૩૦ લોકોએ લાભ લીધો હતો.

કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન તરીકે અર્પિત ધોળકિયા રહ્યા હતાં. સંચાલન આશાબેન જોષીએ કર્યું હતું. આ કેમ્પમાં ડો. ગાયત્રીબેન ઠાકર, ડો. સુરેશભાઈ ઠાકર, ડો. રસેશ, ડો. નિરાલી, ઉપેન્દ્રસિંહ કુશવાહા, ડો. પલ્લવી પારેખ, આશિત આચાર્ય, વૈભવ મહેતા, ડો. વંદના તન્ના વગેરેએ સેવા આપી હતી. આ કેમ્પમાં શાહ એન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ વેલજીભાઈ શાહ, ઓશવાળ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી જીવરાજભાઈ માલદે, રમિણકભાઈ ચંદરિયા, કીર્તિભાઈ દોઢિયા, હર્ષાબેન જોષી, પૂજાબેન શર્મા, નરેન્દ્રભાઈ પરાશર, નિખિલભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, ચાંદનીબેન ઠાકર હાજર રહ્યા હતાં. આ ઉપરાંત લોહાણા મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન માધવાણી, ઉરેશભાઈ મણિયાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. કેમ્પને સફળ બનાવવા સુરેશભાઈ ભીંડી, જયેશભાઈ ખીમસુરિયા, નિલેશભાઈ ભટ્ટ, નિકુલભાઈ ગઢવી, સંદીપભાઈ, રેણુકાબેન, કાજલબેન, સ્નેહાબેન વગેરેએ જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh