Advertisement
Author: નોબત સમાચાર

મોદી સરકારની કેટલીક યોજનાઓથી લોકો ઘણાં નારાજઃ ભાજપને માંડ ૩૦૦ બેઠક મળશેઃ પ્રશાંત કિશોર

કૃષિ કાયદા, એસ.સી.એસ.ટી. એક્ટ તથા એનઆરસી મુદ્દે પરોઠના પગલાં

નવી દિલ્હી તા. રરઃ મોદી સરકારની કેટલીક યોજનાથી લોકો ઘણાં નારાજ હોવાથી ભાજપને ધાર્યા મુજબની બેઠકો મળશે નહીં અને લક્ષ્યો સિદ્ધ થશે નહીં, તેવો દાવો પ્રશાંત કિશોરે કર્યો છે.

રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપને લગભગ ૩૦૦ બેઠકો મળવાની સંભાવના છે, અને એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે વ્યક્તિગત રીતે કોઈ વ્યાપક રોષ નથી. પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપ માટે પોતાના દમ પર ૩૭૦ સીટો મેળવવી અશક્ય છે અને પાર્ટીને અંદાજે ૩૦૦ સીટો મળશે.

મીડિયા અહેવાલો મુજબ પ્રશાંત કિશોરે કહ્યું, 'જે દિવસથી પીએમ મોદીએ કહ્યું કે બીજેપીને ૩૭૦ સીટો મળશે અને એનડીએ ૪૦૦ નો આંકડો પાર કરશે જે શક્ય નથી, કારણ કે મનોબળ વધારવા માટે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. ભાજપ માટે ૩૭૦ બેઠકો મેળવી અસંભવ છે, પરંતુ એ પણ નિશ્ચિત છે કે પાર્ટી ર૭૦ ના આંકડાથી નીચે નથી જઈ રહી.' પ્રશાંત કિશોરે કહ્યું કે, 'મને લાગે છે કે ભાજપને છેલ્લી લોકસભા ચૂંટણીમાં જેટલી બેઠકો મળી હતી એટલી જ બેઠકો મેળવવામાં સફળતા મળશે.'

પોતાના ૩૦૦ બેઠકોના અંદાજ અંગે વિસ્તૃત માહિતી આપતા તેમણે કહ્યું કે ઉત્તર અને પશ્ચિમ પ્રદેશોમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં કોઈ ભૌતિકવાદી નુક્સાનનો સામનો કરવો પડી રહ્યો નથી, જ્યારે દક્ષિણ અને પૂર્વમાં બિહાર, બંગાળ, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં તેની સીટોમાં વધારો જોવા મળી શકે છે.

પ્રશાંત કિશોરે જણાવ્યું કે ર૦૧૯ ની ચૂંટણીમાં ભાજપે પોતાની ૩૦૩ બેઠકો ક્યાં જીતી હતી, તે ૩૦૩ બેઠકોમાંથી રપ૦ ઉત્તર અને પશ્ચિમ પ્રદેશોમાંથી આવી હતી. આવી સ્થિતિમાં મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ વિસ્તારોમાં ભાજપને નોંધપાત્ર નુક્સાન (પ૦ કે તેથી વધુ બેઠકો) થઈ રહ્યું છે?

હાલમાં પૂર્વ અને દક્ષિણ પ્રદેશમાં ભાજપ પાસે લોકસભામાં લગભગ પ૦ બેઠકો છે. તેથી, એવું માનવામાં આવે છે કે પૂર્વ અને દક્ષિણ પ્રદેશોમાં ભાજપનો હિસ્સો ૧પ-ર૦ બેઠકો વધવાની ધારણા છે, જ્યારે પક્ષને ઉત્તર અને પશ્ચિમમાં કોઈ નોંધપાત્ર નુક્સાનનો સામનો કરવો પડી રહ્યો નથી.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોદી સરકારની એક યોજના વિશે વાત કરતા દાવો કર્યો છે કે આ યોજનાથી લોકો ખૂબ જ નારાજ છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે ભાજપ ગત્ ચૂંટણીમાં જેટલી બેઠક મળી હતી એટલી જ બેઠકો કે તેનાથી થોડી વધુ મેળવવામાં સફળ થશે. આ ઉપરાંત પ્રશાંત કિશોરે એવા મુદ્દાઓ વિશે પણ વાત કરી જેના પર લોકો ભાજપ પ્રત્યે નારાજ છે.'

પ્રશાંત કિશોરે વાતચીતમાં આગળ જણાવ્યું હતું કે, 'આગામી દિવસોમાં વિપક્ષની નબળી પડી રહેલી સ્થિતિ વચ્ચે લોકો જ વિપક્ષની ભૂમિકા ભજવશે. વર્ષ ર૦૧૧૪-ર૦૧૯ ની વચ્ચે લોકોએ ભૂમિ અધિગ્રહણ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સરકાર આ બાબતે વટહુકમ લાવતી રહી, પરંતુ અંતે સરકારને ઝૂકવું પડ્યું હતું. વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ એકમાત્ર વિરોધ હતો. તો ર૦૧૯-ર૦ર૪ વચ્ચે એટલે કે બીજા કાર્યકાળમાં સરકાર વધુ તાકાત સાથે બની, પરંતુ વિપક્ષના આંકડા પણ વધ્યા હતાં.'

આ ઉપરાંત વધુમાં પ્રશાંત કિશોરના જણાવ્યા મુજબ 'મોદી સરકારને તેના બીજા કાર્યકાળમાં ત્રણ વખત લોકો સમક્ષ ઝુકવું પડ્યું હતું. તેમાં કૃષિ કાયદો, સીએએ-એનઆરસીનો વિરોધ અને એસસી-એસટી એક્ટનો સમાવેશ થાય છે. કૃષિ કાયદાઓ પાછા ખેંચવા, સીએએ-એનઆરસી લાગુ કવરામાં વિલંબ તેમજ એસસી-એસટી એક્ટના કારણે પણ સરકારને ૭-૮ દિવસમાં પોતાના નિર્ણયો પાછા ખેંચવા પડ્યા હતાં.' પ્રશાંત કિશોરે હવે પછીના કાર્યકાળ વિશે પણ આવી જ આગાહીઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'આવનારા સમયમાં આવા વધુ દેખાવો જોવા મળશે. તેમજ આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા , જીએસટીથી થતા નુક્સાન અને અનામત સંબંધિત બેરોજગારી સાથે જોડાયેલા મુદ્દાઓ પર દેખાવ જોવા મળશે.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh