Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સની અટકઃ બુકીનું નામ આપ્યું

સટ્ટાબાજનો મોબાઈલ, રોકડ કબજે કરી લેવાયાઃ

જામનગર તા. રરઃ ખંભાળિયામાં ગઈકાલે એક શખ્સ આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો મળી આવ્યો છે. તેણે કપાત લેતાં શખ્સનું નામ એલસીબીને આપ્યું છે. આ શખ્સનો મોબાઈલ તથા રોકડ રકમ કબજે કરાયા છે.

ખંભાળિયા શહેરમાં આવેલા સોનીબજારમાં એક ગલી પાસે ગઈકાલે રાત્રે ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો.

આ સ્થળેથી ગણેશ અન્ના મેટકરી નામનો શખ્સ મળી આવ્યો હતો. ગઈકાલે આઈપીએલની કોલકાતા તથા હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ રહેલા ક્રિકેટ મેચ પર આ શખ્સ રનફેર, વિકેટ સહિતના સોદા કરતો હતો. એલસીબીએ તેની અટકાયત કરી રૂ. ૪૩૦૦ રોકડા તથા મોબાઈલ કબજે કર્યા છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતાં સંદીપ ઉર્ફે ચુનીયાનું નામ આપ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh