Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સટ્ટો રમતા ૧૬ શખ્સના નામ ખૂલ્યાઃ
જામનગર તા. ૨૨: જામનગરના સિક્કા પાટીયા પાસે એક મોટરમાં ગઈકાલે રાત્રે ક્રિકેટનો સટ્ટો રમાડતા દ્વારકા શહેરના ચાર શખ્સ મળી આવ્યા છે. તેઓની પાસેથી ૧૬ પન્ટરના નામ સાંપડ્યા છે. એલસીબીએ રોકડ, છ મોબાઈલ, મોટર મળી કુલ રૂ. ૧૨,૩૩,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સિક્કા પાટીયા પાસે ગઈકાલે રાત્રે એક મોટરમાં ક્રિકેટનો સટ્ટો રમાઈ રહ્યો હોવાની બાતમી એલસીબીના વનરાજ મકવાણા, ધાનાભાઈ, કલ્પેશ મૈયડને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ પી.એન. મોરી, આર.કે. કરમટાના વડપણ હેઠળ એલસીબીની ટીમ ધસી ગઈ હતી.
ત્યાં રોડ પર રાખવામાં આવેલી ક્રેટા મોટરની તલાશી લેવાતા તેમાંથી દ્વારકાના ટીવી સ્ટેશન રોડ પર રહેતો સિદ્ધાર્થ ભરતભાઈ બથીયા, હોમગાર્ડઝ ચોકમાં રહેતો કિશન વસંતલાલ મીન, નરસંગ ટેકરીવાળા હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર અને ઈન્દ્રજીતસિંહ વેરશીભા માણેક નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ રોકડ, છ મોબાઈલ, રૂ. ૧૨ લાખની મોટર મળી કુલ રૂ. ૧૨,૩૩,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેમની પાસેથી સટ્ટો રમતા શખ્સોના નામ મળી આવ્યા છે. ઠાકુરભાઈ પાર્થિવ, ૭૮ નંબર, સુલ્તાન, પીલુ, ૯૯ નંબર, ડોન, મોન્ટી, કમલેશ, રોકી, ૯ નંબર, ઠાકોર, ૧૧૫ નંબર, ૧૮ નંબર, ૭ નંબર, એબી, ટાઈગર નામના ૧૬ના સગડ મળ્યા છે. તમામ ૨૦ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial