Advertisement
Author: નોબત સમાચાર

સગીરા પર દુષ્કર્મ ગુજારવા તથા બ્લેકમેઈલ કરવાના ગુન્હામાં છૂટકારો

ત્રણેક વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. રરઃ જામનગર તાલુકાના ખીજડિયા ગામના એક શખ્સ સામે સગીરા પર દુષ્કૃત્ય ગુજારવા તથા તેણીને બ્લેકમેઈલ કરી શોષણ કર્યાની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર તાલુકાના ખીજડિયા ગામના હાર્દિક આર. મકવાણા નામના શખ્સે ત્રણેક વર્ષ પહેલાં એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેણી પર અવારનવાર દુષ્કૃત્ય ગુજાર્યા પછી તેણીના ફોટા પાડી લઈ તેને વાયરલ કરવાની ધમકી આપી શોષણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આઈપીસી ૩૭૬ (ર) (એન) (૩), ૫૦૬, ૨૯ર, પોક્સો એક્ટ તથા આઈટી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપી હાર્દિક મકવાણાને છોડી મુકવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અજય પટેલ, પરેશ નંદા, સંદીપ લખીયર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh