Advertisement
Author: નોબત સમાચાર

વીજ કંપનીનો પુરવણી બીલ વસૂલવાનો દાવો રખાયો મંજૂર

જામનગર તા. ૨૨: જામનગરના એક આસામી પાસે પુરવણી બીલની રકમ વસૂલવા વીજ કંપનીએ કરેલો દાવો અદાલતે મંજૂર રાખ્યો છે.

જામનગરમાં જીઆઈડીસી સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં સતુભા માનસંગ જાડેજાને ત્યાં પીજીવીસીએલ ટીમે ચકાસણી કરતા વીજચોરી ઝડપાઈ હતી. તેમની પાસેથી રૂ. ૭૮,૯૬૧ વસૂલવા કોર્ટમાં દાવો કરાયો હતો.

દાવામાં સતુભા તરફથી દલીલ કરવામાં આવી હતી કે, તેઓ તેમના ભાઈના ઘરમાંથી વીજળી મેળવી તેનો વપરાશ કરતા હતા તેની સામે વીજ કંપનીના પેનલ એડવોકેટ રાજેશ વશીયર, પંકજ અભંગીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વ્યાજ સાથે દાવો મંજૂર કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh