Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસટી ડેપોમાં રિવર્સ આવતી હતી બસઃ
જામનગર તા. રરઃ જામનગરના એસટી ડેપોમાં ગઈકાલે એક બસ રિવર્સ લેવામાં આવતી હતી ત્યારે તેના ચાલકની બેદરકારીથી બસ દીવાલ સાથે ટકરાઈ પડી હતી. દીવાલનો કાટમાળ નજીકમાં મુકવામાં આવેલી મોટર પર પડતા કાચ ફૂટી જવા સહિત રૂ. ૫૦ હજારનું નુકસાન થયું છે. મોટરના માલિકે બસના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સુમેર કલબ રોડ પર એસટી ડેપોમાં ગઈકાલે બપોરે એકાદ વાગ્યે જીજેે-૧૮-ઝેડ ૩૫૯૭ નંબરની બસ રિવર્સ લેવામાં આવતી હતી. ત્યારે ચાલકની બેદરકારીના કારણે બસ વર્કશોપની દીવાલ સાથે ટકરાઈ પડતા દીવાલ ધસી પડી હતી.
દીવાલમાંથી નીકળેલો કાટમાળ નજીકમાં પાર્ક કરાયેલી જીજે-૧૦-એપી ૮૨૭૨ નંબરની મોટર પર પડતા મોટરમાં નુકસાની થઈ હતી. મોટરના માલિક પટેલ કોલોનીની શેરી નં.૧૧માં રહેતા જયોતિલકુમાર વી. જોષીએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસટી બસના ચાલક કમલેશ અરશીભાઈ કદાવલા સામે ફરિયાદ નોંધાવી છે. કાટમાળ મોટર પર પડતા તેના આગળ પાછળના કાચ ફૂટી ગયા હતા અને બમ્પર તથા એક્સેલ પણ ભાંગી ગયા હતા. પોલીસે રૂ. ૫૦ હજારની નુકસાની થયાનું નોંધી બસ ચાલક કમલેશ સામે આઈપીસી તથા એમ.વી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial