Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૨: સંત નિરંકારી મિશન દ્વારા મહિલાઓને આધ્યાત્મથી જોડવા માટે ઝોન સ્તરીય મહિલા સંત સમાગમ જામનગર સ્થિત ખંભાળિયા નાકા બહાર સખર જિલ્લા સિંધી સમાજની વાડીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. નિરંકારી પ્રચારક બેન મનસા ચૂગજીએ સતગુરુ માતા સુદીક્ષા મહારાજનો સંદેશ આપતા કહ્યું કે ઘર, પરિવાર અને સમાજનું વાતાવરણ સુંદર અને આનંદમય બનાવવું હોય તો આધ્યાત્મને અપનાવું પડશે.
તેઓએ કહ્યું કે, 'એક મહિલા વિવિધ ભૂમિકાઓ ભજવે છે. જે દીકરી, બહેન, પત્ની અને મા ના રૂપમા પોતાની જવાબદારીનું નિર્વાહ કરે છે. બાળકોનું પ્રારંભિક જીવનને સવારવાનું કાર્ય પણ એક મહિલાના રૂપમાં કરે છે. એટલે મહિલાઓની જવાબદારી મહત્ત્વપૂર્ણ છે કે તે બાળકો અને પરિવારને શું આપવા માગે છે.'
નિરંકારી પ્રચારિકા બહેન મનસા ચૂગજીએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં દરેક પરિવારને સાચો માહોલ જરૂરી છે, અને સર્વપ્રથમ મહિલાઓ આધ્યાત્મથી જોડાઈ જેથી ઘર, પરિવારનું વાતાવરણ સુંદર અને સુખદ બને. જીવનમાં બદલાવ માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.
મહિલા સંત સમાગમમાં નારીશક્તિએ ગીત ભજન, કવિતા, વિચાર તેમજ નાટ્યના માધ્યમથી સતગુરુ માતા સુદિક્ષાજી મહારાજની શિક્ષાઓ પર આધારિત પ્રસ્તુતિ રજૂ કરી હતી.
નિરંકારી મહિલા સંત સમાગમમાં જામનગર, ભૂજ, ગાંધીધામ, અંજાર, મોરબીના અસંખ્ય મહિલાઓએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial