Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-કાનાલૂસ વચ્ચે ડબલ ટ્રેક માટે જમીન સંપાદન કાર્યવાહી

જામનગર તા. રરઃ રાજકોટ-કાનાલુસ વચ્ચે રેલવે દ્વારા ડબલીંગનું કામ કરવામાં આવનાર છે. આ માટે જમીન સંપાદન કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદથી રાજકોટ વચ્ચે ડબલીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યા પછી હવે રાજકોટ-કાનાલૂસ વચ્ચે ડબલીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ માટે જરૂરી જમીન સંપાદન કરવાની થાય છે. આથી રેલવે મંત્રાલય દ્વારા જમીન સંપાદન હેતુ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જામનગર શહેર, ગ્રામ્ય નવાગામ (ઘેડ), જુના નાગનાની આશરે ર૧,૯પ૧ ચો.મી. જમીન સંપાદન કરવાની થાય છે. આ માટે ૩૦ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. જો કોઈને વાંધો રજૂ કરવો હોય તો પ્રાંત અધિકારી (ગ્રામ્ય) જામનગર સમક્ષ લેખિતમાં કારણો સાથે વાંધાઓ રજૂ કરવાના રહેશે. જ્યાં અરજદારને સાંભળ્યા પછી સક્ષમ અધિકારી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh