Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યુ વેપારી એસોસિએશનનું આવેદન
દ્વારકા તા. ર૨: દ્વારકાધીશ જગતમંદિર આસપાસ ફેરિયાઓ-પાથરણાવાળાઓને લીધે ટ્રાફિકની સમસ્યા થતી હોવાની ફરિયાદ સાથે ન્યુ વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકાના ન્યુ વેપારી એસો.ના પ્રમુખ સહિત સભ્યો દ્વારા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર, પોલીસ ઈન્સપેક્ટર સહિતની કચેરીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. દ્વારકાધીશ જગતમંદિર આસપાસના આશરે પ૦૦ મીટરની ત્રિજ્યામાં ધંધો-રોજગાર ચલાવતા વેપારીઓની દુકાનો આસપાસ ફેરિયાઓ દ્વારા આડેધડ દુકાનની આગળ ગેરકાયદેસર રીતે ધંધો કરતા હોય જેના કારણે વેપારીઓને ભારે પરેશાની થાય છે.
આ ઉપરાંત જગતમંદિરની આસપાસ ટ્રાફિકની સમસ્યા હોય જેને કારણે પણ યાત્રાળુઓને જગતમંદિરે આવાગમનમાં વ્યાપક પરેશાની થાય છે. આ ઉપરાંત દ્વારકાધીશ જગતમંદિર ઝેડ કેટેગરીની સિક્યોરીટી ધરાવતું હોય અને મોટાભાગના ફેરિયાઓ સ્થાનિક નહિં, પરંતુ બહારગામના તથા બહારના રાજ્યના પણ હોય જેના કારણે જગતમંદિરની સુરક્ષા પણ જોખમાતી હોય, જગતમંદિર આસપાસના પ૦૦ મીટરની ત્રિજ્યામાં કાયદેસરના દુકાનધારકની દુકાનો આસપાસ ઉભતા ફેરિયાઓને અન્યત્ર હટાવી સમસ્યાનું નિરાકરણ લાવવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial