Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ વૈકલ્પિક સ્ત્રોતો તથા નર્મદાના નીર મેળવીને
ખંભાળિયા તા. ર૨: ખંભાળિયા શહેરમાં નગર પાલિકા દ્વારા હાલ નિયમિત રીતે એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઘી ડેમ વોટર વર્કસ તથા ફૂલવાડી વોટર વર્કસ મારફત પાણી વિતરણ કરવામાં આવે છે. ઘી ડેમ વોટર વર્કસ પાસેના કૂવા બોરમાંથી તથા ફૂલવાડી વોટર વર્કસના કૂવા બોર તથા ઘી ડેમમાંથી હાલ પાણી વિતરણ થાય છે, જે આગામી ચોમાસું આવે ત્યાં સુધી ચાલી શકે તેમ નથી. પાલિકા ચીફઓફિસર ભરતભાઈ વ્યાસ, ઈન્ચાર્જ ચીફ ઓફિસર ઉદયકુમાર નસીત તથા પા.પુ. ઈજનેર એન.આર. નંદાણિયા દ્વારા સ્ત્રોતોના વૈકલ્પિક ઉપયોગ માટે આયોજન હાથ ધરાયું છે.
હાલના કૂવા બોરના સ્ત્રોતો, ઘી ડેમમાંથી મળતા પાણી ઉપરાંત નર્મદાના પાણીમાંથી દેનિક સાડાત્રણ એમ.એલ.ડી. પાણીની માંગણી કરવામાં આવી છે જે સ્વીકારાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘી ડેમમાં ર૪ કલાક પાણી આપતા બે કૂવા, હોજ ખંભાની વાવ, ડેમમાં આવેલા બોર જેમાં પુષ્કળ પાણી છે, પરંતુ હાલ ડેમનું પાણી તથા ગારો-કીચડ હોય, ત્યાં સુધી જઈ શકાય તેમ ન હોવાથી પાણી ઓછું થાય, ગારો સૂકાય એટલે આ કૂવા, બોરનો ઉપયોગ કરવા ત્યાં સુધી ઈલેક્ટ્રીક લાઈન નાખવા તથા જરૂર પડ્યે નવા બોર કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી વરસાદ આવે ત્યાં સુધી હાલ નિયમિત પાણી અપાય છે તે રીતે ચાલુ રહે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial