Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં બે સહિત ર૧ ડિરેક્ટરોએ કર્યું મતદાનઃ આ વખતે ભાજપે મેન્ડેટ આપવાનું ટાળ્યું હતું
નવી દિલ્હી તા. રરઃ જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે બિનહરિફ વરાયા છે. આ ચૂંટણી માટે ગુજરાતના બે સહિત ર૧ ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું.
નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ વરાયા છે.
દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્ત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ કે જેમના માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી. તેઓ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મિટિંગમાં ચેરમેન તરીકે બિનહરિફ વરાયા હતાં.
નોંધનિય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે. મોહન કુંડારિયાને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતાં.
દિલ્હીમાં નાફેડના ચેરમેન પદ માટે મતદાન યોજાયું હતું. જેમાં ગુજરાતના બે સહિત કુલ ર૧ ડિરેક્ટરોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.
નાફેડમાં ડિરેક્ટરો દ્વારા ચેરમેન ચૂંટાતા હોય છે. ડિરેક્ટરની ચુંટણીમાં જેઠાભાઈ ભરવાડની પેનલને બહુમતી મળ્યા પછી કુલ ર૧ ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું. જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદુપાલસિંહની પેનલ વચ્ચે બહુમતિ બનતા નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ) ની બિનહરિફ વરણી કરાઈ હોવાના મીડિયા અહેવાલો છે. આ વખતે ભાજપે આ પદ માટે કોઈ મેન્ડેટ આપ્યું નહીં હોવાનું જાણવા મળે છે.
આ પહેલા ભાજપે ઈફ્કોની ચૂંટણી વખતે જેને મેન્ડેટ આપ્યું હતું, તે ઉમેદવાર હારી ગયા અને ભાજપના જ રાદડિયા જીતી ગયા તે પછી નાફેડની ચૂંટણીમાં મેન્ડેટ નહીં આપીને ભાજપે રક્ષણાત્મક વલણ અપનાવ્યું હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનિય છે કે, ઈફકોના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ માટે ર૧ ડિરેક્ટરોની બોર્ડ મિટિંગમાં દિલીપ સંઘાણીની ચેરમેન તરીકે બીજી વખત નિયુક્તિ કરાઈ હતી. તો ઈફકોના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે બે ટર્મથી જયેશ રાદડિયાની જીત થઈ હતી.
આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઊભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું, છતાં જયેશ રાદડિયા ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું.
ઈફ્કોમાં ડિરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. કુલ ૧૮ર મતદારો હતાં, જેમાંથી ૧૮૦ મતદારોએ મતદાન કર્યું હતું. જયેશ રાદડિયાને ૧૧૪ મત અને બિપીન પટેલને ૬૬ મત મળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial