Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે
ખંભાળીયા તા. ર૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘાસચારાના પાકોમાં કાતરા (હેરી કેટરપિલર)નું સંકલિત વ્યવસ્થાપન કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન્સ મુજબ (૧) ઉનાળામાં ઉંડી ખેડ કરવી તેમજ શેઢા પાળા પરથી ઘાસ દૂર કરવું. પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી કૂદીઓને આકર્ષી નાશ કરવો (ર) લીંબોળીના મીંજનો ભૂકો અથવા લીમડાના પાન પ૦૦ ગ્રામ (પ% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને ઈન્ડોઝાકાર્બ ૧પ.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ પ એસજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો (૩) ઊભા પાકમાં કાતરાનું નુકસાન જોવા મળે તો ક્વિનાલફોસ ૧.પ% ભૂકી રપ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવું.
આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial