Advertisement
Author: નોબત સમાચાર

સ્માર્ટ મીટરની અમલવારી સામે બહુજન સમાજ પાર્ટીનો ઉગ્ર વિરોધ

જામનગર તા. ર૨ : જામનગર સહિત ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે જામનગર બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ જયસુખભાઈ પીંગળસુર તથા ૭૮-વિધાનસભા પ્રમુખ જગદીશભાઈ પરમારે જિલ્લા કલેકટર તથા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીનો વિરોધ કરી તેને તાકિદે બંધ કરવા માંગણી કરી છે.

સ્માર્ટ મીટરમાં વધારે બીલ આવતું હોવાની ફરિયાદો ચારેબાજુ ઉઠવા પામી છે. પ્રિપેઈડ સ્માર્ટ મીટર સામે દક્ષિણ અને મધ્ય ગુજરાત વીજ કંપનીઓના ગ્રાહકમાં વિરોધનો વંટોળ ઉઠતા કેટલાક સ્થળે પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સ્થગીત કરવામાં આવી છે.

સ્માર્ટ મીટરના કારણે બીલ વધુ આવે છે. સ્માર્ટ મીટરના આંકડા વધુ જમ્પ કરતા હોવાથી નાના માણસોના વીજ મીટરના ચાર્જમાં વધારાથી હેરાન પરેશાન હોય અને તેના સ્માર્ટમીટર આવતા ગરીબોની હાલત કફોડી બની રહી છે. સતત મોંઘવારી વધતા બે ટંકનું રાશન લેવામાં પરેશાન ગરીબોને આ વધારાનો ડામ આપવામાં આવી રહ્યો છે.

હાલ વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી વીજતંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે. કેમ કે વધારેને વધારે યુનિટોના આંકડા ડબલ થવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયેલ જેથી પ્રચંડ વિરોધના વંટોળ બાદ હવે મધ્ય ગુજરાત વીજ કંપનીએ રહેણાંક વિસ્તારોમાં સ્માર્ટમીટરો લગાવવાની કામગીરી હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.

સરકારની યોજનાઓ એસસી સમાજ માટે મીટરો લેવામાં જાતીનો દાખલો, ઝુંપડપટ્ટી યોજના અને શહેર મટો બીપીએઈ યોજના હોય છે. સરકારની યોજના છે, કે ઘરે ઘરે સોલાર લગાડીને વીજળીનું ઉત્પાદન કરે.

આ સ્માર્ટ મીટરનો જામનગર બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા વિરોધ કરવામાં આવે છે. ગરીબો તથા મધ્યમ વર્ગને મોંઘવારીના ડામ ઉપર આ એક વધારાનો ડામ આપવામાં આવે છે. તે બંધ કરવામાં આવે અને અન્ય જગ્યાએ આ સ્માર્ટમીટર લગાવવાનો જે વિરોધ કરાવામાં આવેલ છે તેનું બીએસપી સમર્થન કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh