Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૨: દ્વારકા બ્રહ્મસમાજના આગેવાનો તથા ભૂદેવ અગ્રણીઓએ દ્વારકામાં એક પ્રસંગમાં ભાગ લેવા આવેલી અને વિધર્મી દ્વારા અપહરણ કરી લેવાયેલી સમાજની એક દીકરીને પોલીસના સહયોગથી શોધી કાઢ્યા પછી પરત લાવી તેના પરિવારને સોંપી છે.
કચ્છના રાજ્યગોર બ્રહ્મ સમાજની પુત્રી દ્વારકામાં યોજાયેલા એક પ્રસંગમાં ભાગ લેવા આવી હતી. ત્યાંથી એક વિધર્મી તેણીને ભોળવીને પોતાની સાથે લઈ ગયો હોવાની જાણ કચ્છ-સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજના પ્રમુખ વિજયભાઈ બુજડના ધ્યાનમાં આવતા તેઓએ ગિરધરભાઈ જોષી (જોગી)ને સંકલનમાં રાખી તે દીકરીને પરત લાવવા બીડુ ઝડપ્યું હતું.
તે દરમિયાન રાજકોટ બ્રહ્મદેવ સમાજના મિલનભાઈ શુક્લા વગેરે અગ્રણીઓ સાથે વાત કરી વીડિયો ફૂટેજ પ્રાપ્ત કર્યા પછી પોલીસ ડિપાર્ટમેન્ટને આપી અને ખુટતી વિગતો પણ પૂરી પાડતા આ દીકરીના સગડ મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. તે પછી આ દીકરીને પરત લાવી તેના પરિવારને સોંપી આપવામાં આવી છે. આ કાર્યમાં અજય રાજગોર, દ્વારકા બ્રહ્મસમાજ પ્રમુખ રાજુભાઈ જોષી તથા અન્ય ભૂદેવ કાર્યકરો એકત્રિત થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial