Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૩,૬૫,૬૯૪નો દંડ ભરવા કરાયો હુકમઃ
જામનગર તા. રરઃ જામનગરની એક સોસાયટીએ સભાસદને લોન આપી તેની પરત વસૂલાત માટે ચેક મેળવ્યો હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં કરાયેલી ફરિયાદમાં સભાસદને તક્સીરવાન ઠરાવી અદાલત દ્વારા એક વર્ષની કેદની સજા અને રૂ. ૩,૬૫,૬૯૪નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ તેમજ કાલાવડ તાલુકાના છતર ગામમાં વસવાટ કરતા અશોક રણછોડભાઈ અકબરીએ સોસાયટીમાંથી લોન મેળવી હતી. તે લોન ભરપાઈ કરવા ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાં ડિપોઝિટ કરવામાં આવતા રિટર્ન થયો હતો. સોસાયટીના વકીલ દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં ચેક મુજબની રકમનું લેણું ભરવામાં ન આવતા નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ-૧૩૮ હેઠળ અશોક અકબરી સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલવા પર આવતા ફરિયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને રાખી આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની જેલસજાનો હુકમ કરાયો હતો અને ચેકની રકમ રૂ. ૩,૬૫, ૬૯૪નો દંડ ભરવા આદેશ કરાયો હતો. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial