Advertisement
Author: નોબત સમાચાર

નિલકમલ ચોકડી નજીકથી કેમિકલ મિશ્રિત કેરીના રસનો જથ્થો ઝડપાતા નષ્ટ કરાયો

જામનગરમાં મનપાની ટીમે સોડા બોટલનો પ્લાન્ટ પણ બંધ કરાવ્યો

જામનગર તા. રરઃ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓની ટૂકડીએ ગઈકાલે નિલકમલ ચોકડી વિસ્તારમાં કેરીનો રસ વેંચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કર્યુ હતું, અને અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો. આ ઉપરાંત એક સ્થાનિક અને લેબલ વગરનો સોડા બોટલનો પ્લાન્ટ બંધ કરાવ્યો હતો.

શહેરના નિલકમલ ચોકડી વિસ્તારમાં ફૂડ શાખાની ટૂકડીએ કેરીના રસ વિક્રેતાને ત્યાં દરોડો પાડ્યો હતો. અને તપાસણી દરમિયાન ૧પ કિલો કેરીનો રસ કેમિકલ મિશ્રિત મળી આવતા તેનો નાશ કરાયો હતો અને રસનું વેંચાણ બંધ કરાવાયું હતું. આ ઉપરાંત શંકરટેકરી પાણખાણમાં આવેલ લોકલ સોડા બોટલ પ્લાન્ટ લેબલ વગર સોડાનું વેંચાણ થતું હોવાનું જણાતા પ્લાન્ટ બંધ કરાવાયો હતો અને આશરે ૨૫૦ બોટલ સોડાનો નાશ કરાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh