Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ પોલીસકર્મીની પણ સંડોવણીઃ
જામનગર તા. ૨૨: જામનગરના મસીતીયાના એક વ્યક્તિને પોણા છ વર્ષ પહેલાં એક ફોજદાર તથા ત્રણ પોલીસ કર્મીએ માર માર્યાની કોર્ટમાં ફરિયાદ કરાતા તે ફરિયાદ અંગે ગુન્હો નોંધવા હુકમ થયો છે.
જામનગરના મસીતિયા રોડ પર વસવાટ કરતા યુનુસ મુસાભાઈ બુઢાણી ગઈ તા.૧૩-૬-૧૮ની સાંજે સ્કૂટર પર જતા હતા ત્યારે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે તેઓને રોકી કાગળો માંગ્યા પછી યુનુસભાઈને પોલીસ મથકે ખસેડ્યા હતા.
જ્યાં યુનુસભાઈના કહેવા મુજબ તત્કાલિન પીએસઆઈ જે.બી. ખાંભલાએ રૂ. ર૦ હજારની માગણી કરી હતી અને પૈસા આપવાની ના પડાતા પીએસઆઈ ખાંભલા તથા પોલીસકર્મી શોભરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહે યુનુસભાઈને ઢીકાપાટુ તથા ચામડાના પટાથી માર મારી લોકઅપમાં પૂરી દીધા હતા.
ત્યારપછી બીજા દિવસે મામલતદાર સમક્ષ રજૂ કરી જામીનમુક્ત કરાયા હતા. પોલીસના મારથી દુખાવો થતો હોવાના કારણે સારવાર મેળવી યુનુસભાઈએ જે તે વખતે અરજી કરી હતી પરંતુ પગલાં ભરાયા ન હતા.
ત્યારપછી યુનુસભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસનો આદેશ થયો હતો. જેનો રિપોર્ટ આવ્યા પછી અદાલતે પીએસઆઈ જે.બી. ખાંભલા તથા ત્રણ પોલીસકર્મી સામે આઈપીસી ૩૨૩, ૩૪૧, ૩૮૪, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધી સમન્સનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ નીખિલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial