Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ નાગરિક લોકોની ચિંતા કરે
જામનગર તા. ર૧ : જામનગરમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે તેની સામે કોંગી કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો છે અને મેયરને પત્ર પાઠવી આમ શહેરના પ્રથમ નાગરિક હોવાથી તમારે પણ લોકોની ચિંતા કરવી જોઈએ તેવી રજુઆત કરી છે.
શહેરના વોર્ડ નં. ૧પ ના કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા આનંદ રાઠોડએ મેયરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે શહેરના કારખાના, ઉદ્યોગોના બદલે ગરીબ, મધ્યમવર્ગના લોકોના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. પરિણામે જેમને ૭૦૦ થી ૮૦૦નું બિલ આવતું હતું તેને ૧ર૦૦ થી ૧પ૦૦ નું વીજ બીલ મળે છે. વડાપ્રધાને ૮૦ કરોડ ગરીબોને મફત રાશન આપવાનું શરૂ કર્યું તેમાંથી જ ખ્યાલ આવી જશે કે દેશમાં કેટલી બેકારી, ગરીબી છે, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. આથી ગરીબો-સામાન્ય પરિવારને પોતાના બાળકોને ફરજીયાત ખાનગી શાળામાં અભ્યાસ માટે મોકલવાની ફરજ પડી છે.
મેયર શહેરના પ્રથમ નાગરિક છે આથી નગરજનોની પણ ચિંતા મેયરે કરવી જોઈએ. અને સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવો જોઈએ. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે સિટી તો સ્માર્ટ બની નહી પરંતુ સ્માર્ટ વીજ મીટરો લગાવી સ્માર્ટ લૂંટ ચલાવવાનું શરૂ થઈ ચુક્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial