Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોકો ફટકારી બનેવીનો હાથ ભાંગી નખાયોઃ
જામનગર તા. ૨૨: જામનગરના સિક્કા પાટીયા પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા એક યુવાન રિસામણે બેસેલા પત્નીને તેડી જવા માટે સોમવારે ખંભાળિયા સ્થિત સસરાના ઘેર આવ્યા હતા. જ્યાં બે સાળાએ કોઈ બાબતે ઉશ્કેરાટમાં આવી ધોકાથી હુમલો કરી બનેવીનો હાથ ભાંગી નાખ્યો હતો.
જામનગર-ખંભાળિયા માર્ગ પર સિક્કા ગામના પાટીયા નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા મૂળ મોરબી જિલ્લાના ટંકારા ગામના રામપર ગામના વતની અને ભંગારની ફેરી કરતા ચીનુભાઈ નાગજીભાઈ સોલંકીના પત્ની રિસામણે ચાલ્યા ગયા હોય તેને તેડી જવા માટે સોમવારે સાંજે ખંભાળિયા શહેરમાં દલવાડી હોટલ પાસે ચીનુભાઈ પોતાના સસરાના ઘેર આવ્યા હતા.
આ વેળાએ કોઈ બાબતે મામલો બીચકતા તેમના સાળા અરૂણ મનસુખભાઈ, મહેશ મનસુખભાઈએ ગાળો ભાંડ્યા પછી ઢીકાપાટુ તથા ધોકાથી હુમલો કરી બનેવી ચીનુભાઈનો હાથ ભાંગી નાખ્યો હતો. સારવારમાં ખસેડવામાં આવેલા બનેવીએ બંને સાળા સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial