Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના કંડોરણામાં ઝડપાયું માટી-મોરમનું ગેરકાયદે ખોદાણઃ રૂ. ૧૮ લાખનો મુદ્દામાલ કબજે

ખાણખનીજ ખાતાને કરવામાં આવ્યું રિપોર્ટીંગઃ

ખંભાળિયા તા.૨૨: ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર ગઈકાલે એલસીબીએ ચેકીંગ દરમિયાન ૫૩ ટન બોકસાઈટ ભરેલા બે ટ્રક પકડી પાડ્યા પછી બોકસાઈટનો તે જથ્થો ગેરકાયદે હોવાની વિગતો શોધી કાઢી હતી. તે પછી ખંભાળિયાના કંડોરણા ગામમાં મામલતદાર તથા સ્ટાફે કરેલા ચેકીંગમાં માટી-મોરમનું ગેરકાયદે થતું ખોદકામ ઝડપાયું છે. સરકારી જમીનમાં ખોદકામ કરતા જેસીબી તેમજ ચાર ટ્રેક્ટર અને ખોદી કઢાયેલા ખનીજનો જથ્થો મળી રૂ. ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે મૂકી દેવાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબી દ્વારા ગઈકાલે ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં કલ્યાણપુર તરફથી બે ટ્રક શકના આધારે રોકવામાં આવ્યા હતા. તે ટ્રકની તલાશી લેવાતા તેમાંથી ૫૩ ટન બોક્સાઈટનો જથ્થો મળી આવ્યો હતો.

તે જથ્થા અંગે પૂછપરછ કરાતા તે જથ્થો ગેરકાયદે હોવાનું જણાઈ આવ્યું હતું. આથી એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા સ્ટાફે કલ્યાણપુર પંથકમાં ગેરકાયદે ખનીજ ઉલેચી લેતાં શખ્સો અંગે ખાણખનીજ વિભાગને જાણ કરી હતી. ત્યારપછી ખંભાળિયાના એસડીએમ કે.કે. કરમટાના વડપણ હેઠળ મામલતદાર વિક્રમભાઈ વરૂ તથા સ્ટાફે ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામમાં દરોડો પાડયો હતો.

કંડોરણામાં આવેલી સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરાતી હોવાની વિગતો મળતા ત્યાં ચેકીંગ માટે ધસી ગયેલી ટૂકડીને સરકારી જમીનમાંથી માટી-મોરમની ચોરી કરાતી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.

તે સ્થળેથી ખોદકામ કરી રહેલું એક જેસીબી, ચાર ટ્રેક્ટર તથા ખોદી કાઢવામાં આવેલું ખનીજ મળી આવ્યું હતું. અંદાજે રૂ. ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. તેને પોલીસ મથકે ખસેડી રિપોર્ટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભાણવડ વિસ્તારમાં ખનીજ ચોરી પકડાઈ હતી તે પછી ખંભાળિયા પંથકમાંથી પણ ખનીજચોરી ઝડપાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh