Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મલયાલમ અને અંગ્રેજી અખબારોમાં ભ્રામક જાહેરાતોનો કેસ
નવી દિલ્હી તા. રરઃ બાબા રામદેવ અને બાલકૃષ્ણને ૩ જૂને હાજર થવા વધુ એક નોટીસ ફટકારી છે. કોઝિકોડની ફર્સ્ટકલાસ જ્યુડિશ્યલ કોર્ટે અંગ્રેજી અને મલયાલમ અખબારોમાં ભ્રામક જાહેરાતોના કેસમાં આ નોટીસ આપી છે.
યોગગુરૂ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોઈ એક કોર્ટે બંનેને ૩ જૂને હાજર થવા માટે નોટિસ ફટકારી છે. આ કેસ અંગ્રેજી અને મલયાલમ અખબારોમાં ભ્રામક જાહેરાતોથી સંબંધિત છે. આ કેસમાં કોઝિકોડમાં ન્યાયિક પ્રથમ વર્ગ મેજિસ્ટ્રેટની કોર્ટે તેમને ૩ જૂને હાજર થવા માટે કહ્યું છે.
ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં કોઝિકોડના આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલરની ઓફિસમાં તહેનાત ડ્રગ્સ ઈન્સ્પેકટરે ડ્રગ્સ અને જાદુઈ સારવાર (વાંધાજનક જાહેરાત) એકટ, ૧૯પ૪ ની કલમ ૧૦, કલમ ૩(બી) અને ૩(ડી) તથા ૭(એ) હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં જ હરિદ્વારની એક કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને હાજર થવામાં નિષ્ફળ રહ્યા બાદ સમન્સ જારી કર્યા હતાં.
પતંજલિના ઉત્પાદનોમાંથી એક દિવ્યા લિપિડોમએ કોલેસ્ટ્રોલ અને ડિસ્લિપિડેમિયા ઘટાડવાનો દાવો કર્યો હતો. પતંજલિ ન્યુટ્રેલા ડાયાબિટીક કેરે બ્લડ સુગર લેવલ ઘટાડવા અને શરીરના વજનને નિયંત્રિત કરવાનો દાવો કર્યો હતો. એકટની કલમ ૩ અમુક રોગો અને વિકારની સારવાર માટે અમુક દવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકે છે. જો દોષીત સાબિત થાય તો છ મહિના સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial