Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મની લોન્ડરીંગ કેસમાં જબરો ઝટકો
નવી દિલ્હી તા. રરઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી ફગાવીને સુપ્રિમ કોર્ટે કેટલીક વિગતો છુપાવવા બદલ ઠપકો પણ આપ્યો હોવાના અહેવાલો છે.
કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આ કેસમાં સોરેનને વચગાળાના જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. સોરેને તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના માટે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે નીચલી અદાલતે આ મામલે સંજ્ઞાન લીધું છે. રેગ્યુલર જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે, તેથી ધરપકડનો પડકાર સુનાવણીનો આધાર બની શકતો નથી. ઉલ્લેખનિય છે કે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને મની લોન્ડરિંગ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડ સામે સુપ્રિમ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે સોરેનની અરજી પર વિચાર કરવાનો ઈનકાર કર્યો હતો. સત્યને દબાવવા બદલ ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે અરજદારે એ હકીકત જાહેર કરી નથી કે ટ્રાયલ કોર્ટે કેસમાં ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial