Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણી પહેલા પાળ તોડવાની સદ્બુુદ્ધિ...!
જામનગર તા. રરઃ જામનગર શહેરમાં આગામી ચોમાસાની સિઝનને અનુલક્ષીને ભયજનક ઈમારતો દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની છે, અને ખીજડા મંદિર વિસ્તારમાં આવેલી એક મોટી જર્જરીત બની ગયેલી દીવાલને આજે જમીનદોસ્ત કરાઈ છેે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના એસ્ટેટ અધિકારી નીતિનભાઈ દીક્ષિત, ઉપરાંત સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, અનવરભાઈ ગજણ સહિતના અધિકારીઓની ટીમ સાથે ખીજડા મંદિર વિસ્તારમાં પહોંચ્યા હતાં, અને ૧૮ ફૂટ હાઈટવાળી અને ૩૦ ફૂટ લંબાઈની અતિ જર્જરીત દીવાલ કે જેમાંથી બેલા ઉખડીને વારંવાર પડી રહ્યાં હતાં, જે દીવાલને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. ઉપરોક્ત વિસ્તારમાં રહેણાંક મકાનો તેમજ દુકાનો આવેલી છે, અને સતત લોકોની અવરજવર વાળા આ વિસ્તારમાં આજે વહેલી સવારે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના પોલ અને વાયર વગેરે પણ આવેલા હોવાથી લાઈટ શાખાની ટીમને પણ સાથે રાખીને વાયરો વગેરે દૂર કરવાની જરૂરી કાર્યવાહી સૌપ્રથમ હાથ ધરી લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial