Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટ દ્વારા આયોજનઃ
જામનગર તા. રરઃ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવારનો મેગા કેમ્પ તા. રપ-પ ને ગુરૃવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન શ્રી મુખ્ય સ્વામિનારાયણ મંદિર, બેડી ગેઈટ, ખાદીભંડાર સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોશી દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર સાથે મફત દવા આપવામાં આવશે. ડો. જયસુખ મકવાણા (ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ) અને તેમની ટીમ દાંતની તપાસ કરી હલતા દાંત જલંધર પદ્ધતિથી કાઢી આપશે. કાળા દાંત સફેદ કરવા દવા આપશે અને દાંતના ચોકઠા રાહત ભાવે બનાવી ફીટ કરી આપશે. જયારે આંખની તપાસ ઓપ્થોમેટ્રિસ્ટ પૃથ્વીરાજસિંહ જાડેજા કરી આપશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. નાડીવૈદ્ય અજિતકુમાર દર્દીઓને તપાસીને દુઃખાવાની સારવાર કરી આપશે. આ મેગા કેમ્પનો લાભ લેવા વી.વી.ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial