Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહેનો ઉપવાસ આંદોલનમાં જોડાયાઃ નારા લગાવ્યાઃ
જામનગર તા. ૨૨ઃ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૃષોત્તમ રૃપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનના પાર્ટ-ર ના ભાગરૃપે આજથી બહેનો દ્વારા ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે જામનગરમાં ર૧ બહેનો ઉપવાસ આંદોલનમાં જોડાયા અને ભાજપ વિરૃદ્ધ નારા લગાવ્યા હતાં. રાજપૂત સમાજ વિશે પુરૃષોત્તમ રૃપાલાએ કરેલ ટીપ્પણી સામે રોષ ભભુકયો અને ઠેર-ઠેર રાજપૂત સમાજે દેખાવો, વિરોધ પ્રદર્શનો ધરણાનો કાર્યક્રમો પ્રથમ તબક્કામાં કર્યો હતો.
હવે આજથી આંદોલનના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે. આજે જામનગરમાં રાજપૂત સમાજના બહેનો દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે છાવણી નાખી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે.
આજે તેમાં ર૧ બહેનો જોડાયા હતાં અને રાજપૂત સમાજ બ્રાહ્મણ સમાજના બહેનો પણ ઉપવાસમાં જોડાયા છે.
આજે બહેનોએ જય ભવાની ભાજપ જવાની કમલકા ફૂલ હમારી ભુલ જેવા સ્લોગન સાથેના પોસ્ટરો અને નારા લગાવ્યા હતાં.
આંદોલનકારી રાજપૂત સમાજના બહેનોના જણાવ્યા મુજબ આગામી તા. ૧ લી મે સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવશે અને દરરોજ અલગ-અલગ બહેનો તેમાં જોડાશે.
પુરુષોત્તમ રૃપાલાની ટિકિટ રદ કરો એવી એક માત્ર માંગણી સાથે આંદોલન પાર્ટ-ર નો પ્રારંભ થયો છે. આમ ક્ષત્રિય આંદોલને વધુ એક વખત વેગ પકડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial