Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માત સર્જાયાનું નાટક કરી બે વ્યક્તિના મોબાઈલ, રોકડ ઝૂંટવાયા

બે અજાણ્યા શખ્સે બે સ્થળે કર્યાે કરતબઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તાર તથા હાપા માર્કેટીંગ યાર્ડ પાસે બે વ્યક્તિ સાથે અકસ્માત સર્જયો છે તેમ કહી ચાર શખ્સે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. દિગ્વિજય પ્લોટમાં પ્રૌઢના ખિસ્સામાંથી મોબાઈલ તથા રૃા.૨૫૦૦ ઝૂંટવી લેવાયા હતા અને યાર્ડ પાસે એક યુવાનનો આ શખ્સોએ મોબાઈલ પડાવી લીધો હતો. પોલીસે તપાસ શરૃ કરી છે.

જામનગરના બેડી વિસ્તાર પાસે આવેલા વૈશાલીનગરમાં રહેતા ડાયાભાઈ ભીખાભાઈ ચાવડા નામના ૫૯ વર્ષના પ્રૌઢ ગઈ તા.૧૬ની રાત્રે દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માંથી પોતાના સ્કૂટર પર જતા હતા ત્યારે અચાનક જ જીજે-૩-ડીસી ૫૩૦૮ નંબરના મોટરસાયકલમાં ધસી આવેલા બે શખ્સે પોતાનું મોટરસાયકલ આડું રાખીને તારી ગાડી અમારી સાથે અથડાઈ પડી છે, તારે ખર્ચો આપવો પડશે તેમ કહી પૈસાની માગણી કરી બે ફડાકા ઝીંકી દીધા હતા. આ શખ્સોએ વધુ માર મારવાની ધમકી આપી આ પ્રૌઢના હાથ પકડી રાખ્યા હતા અને શર્ટના ખિસ્સામાં રાખવામાં આવેલા પાકીટમાંથી રૃા.૨૫૦૦ રોકડા તથા ડ્રાઇવિંગ લાઇસન્સની ઝેરોક્ષ, પેન્ટના ખિસ્સામાંથી રૃા.૫,૦૦૦ના  મોબાઈલની લૂંટ ચલાવી હતી. આ બાબતની ડાયાભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર નજીક આવેલા મેહુલનગર રોડ પર એમ્યુઝમેન્ટ પાર્ક પાસે રહેતા શૈલેષભાઈ નરશીભાઈ લાડપરા નામના પટેલ યુવાન ગઈ તા.૧૭ની રાત્રે સાડા આઠેક વાગ્યે પોતે જે દુકાનમાં નોકરી કરે છે ત્યાંથી સીલીંગ ફેન લઈને એક ગ્રાહકને આપવા માટે હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર જતા હતા ત્યારે યાર્ડના ખૂણા પાસે રેલવે ફાટક નજીક બે અજાણ્યા શખ્સ આવી ચડ્યા હતા. તેઓએ શૈલેષભાઈને રોકીને કહ્યું હતું કે તમારું મોટરસાયકલ અમને ભટકાઈ જતા મારા મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગઈ છે, તમારે રૃા.૨,૦૦૦ ખર્ચાના આપવા પડશે. આમ કહેતા ગભરાઈ ગયેલા શૈલેષભાઈએ પોતાના મિત્ર શકીલને ફોન કરી આ વ્યક્તિઓ કોણ છે તેની સાથે વાત કરી લેવા માટે કહેતા આ શખ્સોએ મોબાઇલ આપો વાત કરી લઈએ  તેમ કહી શૈલેષભાઈ પાસેથી મોબાઇલ મેળવ્યા પછી રૃા.૧૦,૦૦૦ની કિંમતનો મોબાઇલ લૂંટી લીધો હતો અને પલાયન થઈ ગયા હતા. આ બનાવની શૈલેષભાઈએ પોતાની દુકાનના શેઠ પિયુષભાઈને જાણ કરતાં પિયુષભાઈએ શૈલેષભાઈના ફોનમાં કોલ કર્યો હતો જેમાં સામા છેડે રહેલા શખ્સે તમારા માણસ શૈલેષે કરેલા અકસ્માતમાં અમને ફ્રેક્ચર થઈ ગયું છે. જી.જી. હોસ્પિટલ આવીને ખર્ચાના રૃા.૧૦,૦૦૦ આપી જાવ અને મોબાઈલ લઈ જાઓ તેમ કહી બળજબરીથી પૈસા કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જો પૈસા ન મળે તો શૈલેષના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની શૈલેષભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, આવી રીતે અગાઉ પણ તળાવની પાળે તેમજ સાત રસ્તા સહિતના વિસ્તારોમાં રાત્રિના સમયે અકસ્માત સર્જાયાનું નાટક કરી કેટલાક વાહનચાલકો પાસેથી પૈસા પડાવાતા હતા. જે તે વખતે પોલીસે કડક પેટ્રોલિંગ શરૃ કરતા આવા બનાવો પર અંકુશ આવ્યો હતો. તે પછી ફરીથી આ પ્રકારના બનાવો બનવાનું શરૃ થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh