Advertisement
Author: નોબત સમાચાર

મહાવીર જયંતિ નિમિત્તે જામનગરમાં વિશાળ રથયાત્રા યોજાઈ

છોટીકાશીના દેરાસરોમાં જનકલ્યાણક નિમિત્તે આંગીના દર્શનઃ આચાર્ય જગતવિજયજી શેખરજી મહારાજની નિશ્રામાં

જામનગરમાં ગઈકાલે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની ર૬રરમી જન્મજયંતિની હર્ષાેલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુરૃભગવંતોની પાવન નિશ્રામાં તમામસંઘોની એક સંયુક્ત વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદીબજાર પાસે મુખ્ય પોસ્ટ ઓફિસ સામેના શેઠજી દેરાસરથી સવારે ચાંદીના બે રથમાં ભગવાન મહાવીરની પ્રતિમા બિરાજમાન કરાવીને રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ રથયાત્રામાં આચાર્ય જગત વિજયશેખરજી મહારાજની પાવન નિશ્રામાં વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ, વીશા ઓશવાળ જૈન સંઘ, શાંતિભુવન જૈન સંઘ, અચલગચ્છ, ખરતરગચ્છ, પોપટ ધારશી, ઓશવાળ કોલોની, દિગ્વીજય પ્લોટ, મોહનનગર, જૈન દર્શન ઉપાસક (પેલેસ), કામદાર કોલોની, પટેલકોલોની, લાલવાડી અને ચંપાવિહાર જૈન સંઘના જૈનો જોડાયા હતાં. ચાંદીબજારથી શરૃ થયેલી આ રથયાત્રા પારસધામ, બેડીગેઈટ, ટાઉનહોલ, લાલ બંગલો, જી.જી. હોસ્પિટલ, ડી.કે.વી. સર્કલ થઈને પેલેસ પાસેના દેરાસરમાં પહોંચી હતી. રથયાત્રામાં વાંસડા દ્વારા ચાલતા માણસો, રોડ ઉપર ચાલતુ એરોપ્લેન,  લાઈવ રંગોળી, થાળી ભ્રમણ, ચામર નૃત્ય કરતા ટીનએજરો, બાંધણીથી શણગારેલા બેડાવાળા બહેનો, ઈન્દ્રધ્વજ સાથે બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. ભગવાન મહાવીરના જન્મકલ્યાણક નિમિત્તે વિવિધ દેરાસરોમાં સાંજે ભવ્ય આંગીના દર્શનો યોજાયા હતાં. પેલેસ દેરાસરે ભગવાનના જન્મકલ્યાણકનું સંવેદન કરાવતી જીનવાણીનું વાંચન થયા પછી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રામાં ૧૦ ઉટગાડીમાં પાઠશાળાના બાળકો, ૧૪ બગીઓમાં તપસ્વીઓ તેમજ અન્ય ચાર રથ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh