Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના માનપર ગામના ખેડૂતના અઢી લાખ લૂંટી લેનાર શખ્સ ઝડપાયો

રૃા.દોઢ લાખ પોલીસે કર્યા કબજેઃ

જામનગર તા. ૨૨ઃ ભાણવડના માનપર ગામમાં એક ખેડૂત શનિવારે સવારે પાક ધિરાણની રૃા.૨,૫૦,૦૦૦ની રોકડ થેલીમાં મુકી ઘર તરફ જતા હતા ત્યારે ફતેપુર રોડ પર ધસી આવેલા એક બાઈકચાલકે ધક્કો મારીને તેઓને પછાડી દઈ થેલીની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં સંડોવાયેલા શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી રૃા.૧,૫૦,૦૦૦ રોકડા કબજે કર્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના માનપર ગામના વાડી વિસ્તારમાં રહેતા કેશવભાઈ દેવશીભાઈ પીપરોતર નામના ખેડૂત શનિવારે સવારે ભાણવડમાં પાક ધિરાણના રૃા.૨, ૫૦,૦૦૦ બેંકમાંથી ઉપાડવા માટે આવ્યા હતા. તેઓએ આ રકમ મેળવ્યા પછી તેને થેલીમાં મૂકી પોતાનું બાઈક માનપર તરફ હંકાર્યું હતું.

તેઓ જ્યારે ફતેપુર રોડ પર પહોંચ્યા ત્યારે એક બાઈક ધસી આવ્યું હતું. તેના પર રહેલા શખ્સે ધકકો મારી કેશવભાઈને પછાડ્યા હતા અને રોકડવાળી થેલીની લૂંટ ચલાવી પોબારા ભણ્યા હતા. આ બાબતની પોલીસને જાણ કરાતા પીએસઆઈ એમ.આર. સવસેટા તથા એલસીબીએ તપાસ શરૃ કરી હતી.

કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા આ ખેડૂતનો બેંકથી જ પીછો કરાતો હોવાનું જણાઈ આવ્યું હતું. તે પછી લૂંટારાના સગડ દબાવાતા ભાણવડના રામેશ્વર પ્લોટમાં રહેતા યુનુસ હનીફમિંયા રફાઈ નામના શખ્સના સગડ પ્રાપ્ત થયા હતા. આ શખ્સને સકંજામાં લઈ પોલીસે પૂછપરછ કરતા તેણે લૂંટની કબૂલાત આપી રૃા.૧,૫૦,૦૦૦ કાઢી આપ્યા છે. પોલીસે રોકડ કબજે કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh