Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આતંકવાદી ભંડોળ અંગે તપાસઃ સર્ચ ઓપરેશન
શ્રીનગર તા. રરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરૃદ્ધ એક્શન હેઠળ શ્રીનગરમાં ૯ સ્થળો પર એનઆઈએની રેડ પડી છે, અને ટેરર ફંડીંગ મામલે તપાસ શરૃ કરાઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા શ્રીનગરમાં ૯ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત થતી વિગતો મુજબ રાષ્ટ્રીય તપાસ એજન્સીના કર્મચારીઓએ આજે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કેસમાં શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. એનઆઈએના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સુરક્ષા દળના કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં.
એવું માનવામાં આવે છે કે દરોડો આતંકવાદી ભંડોળ અને આતંકવાદીઓને અન્ય સહાય પૂરી પાડવા સંબંધિત કેસ સાથે સંબંધિત છે, જો કે હજુ સુધી આ સંબંધમાં વધુ માહિતી આપવામાં આવી નથી.
મહત્ત્વનું છે કે, આ પહેલા રપ માર્ચના આવાજ એક કેસમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના ઈન્વેસ્ટિગેશન યુનિટએ સોમવારે પુલવામા કોર્ટમાં ત્રણ આતંકવાદીઓ અને તેમના એક સહયોગી વિરૃદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. પુલવામાની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ આતંકવાદીઓ-એહસાનુલ હક શેખ, ઓવૈસ ફિરોઝ મીર અને અબરાર ઉલ ઈસ્લામ, પાકિસ્તાનના રહેવાસીઓ અને પુલવામાના તેના સહયોગી ઈશ્તિયાક નઝીર ડાર વિરૃદ્ધ યુએપીએની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પુલવામા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એહસાનુલ હક શેખ અને ઓવૈસ ફિરોઝ મીર બન્ને પુલવામાના રહેવાસી છે. તેમની સામે આતંવાદ સાથે સંકળાયેલા હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
તાજેતરના સમયમાં એનઆઈએ અને જમ્મુ-કાશ્મીર રાજ્યની તપાસ એજન્સી એસઆઈએ એ ટેરર ફંડીંગ સંબંધિત મામલામાં સઘન દરોડા પાડ્યા છે અને ઘણાં આરોપીઓની ધરપકડ કરી છે, જેના કારણે રાજ્યમાં આતંકવાદ ફેલાવતા જુથો ભાંગી પડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial