Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે હનુમાન જયંતી નિમિત્તે
ખંભાળિયા તા. ૨૨ઃ ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે આવતીકાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરે આરતી કરીને શોભાયાત્રા નીકળશે. જે નગરગેઈટ, જોધપુર ગેઈટ, શારદા સિનેમા રોડ થઈ રોકડિયા હનુમાન પાસે પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.
ખંભાળિયામાં હાઈવે ચાર રસ્તા પાસે આવેલા અત્યંત પ્રાચીન શ્રી ફૂલેલિયા હનુમાન મંદિરે હનુમંત યાત્રાનું આયોજન હનુમાન જયંતીના દિને કરવામાં આવ્યું છે. જેમાં તા. ર૩ ના સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી હનુમંત યાત્રા, સાંજે પાંચ વાગ્યે મહાપ્રસાદી તથા વિશેષ દર્શનનો લાભ લેવા મહંત શ્રી ભાસ્કરાનંદ ભારતીબાપુ તથા ટ્રસ્ટી મંડળે જાહેર અનુરોધ કર્યો છે.
ખંભાળિયામાં આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરો બાલાહનુમાન, બાલનાથ મહાદેવ, મોઝીલા હનુમાન, ખામનાથ મહાદેવ, રંગીલા હનુમાન સલાયા રોડ, રામ સંકીર્તન મંદિર, મહાદેવ વાડો,બાલા હનુમાન મહાદેવ વાડો, નગર ગેઈટ રામમંદિર, હનુમાનજી, પાળેશ્વર તથા શરણેશ્વર મહાદેવ, હનુમાનજી સહિતના મંદિરોમાં પણ બટુક ભોજન, પૂજા, પ્રસાદી, હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial